બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:42 PM, 20 January 2025
હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. તેને પહેરવાથી વ્યક્તિને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. પરંતુ ઘણી વખત લોકોના મનમાં એક પ્રશ્ન ઉભો થાય છે કે શું સ્ત્રીઓ રુદ્રાક્ષ પહેરી શકે ? શિવપુરાણમાં ભગવાન શિવ અને તેમની પ્રિય વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શંકર ભગવાનને બેલપત્ર, ધતુરા, નાગ સિવાય રુદ્રાક્ષ પણ ખૂબ પ્રિય છે. પૌરાણિક કથાઓ અનુસાર, રુદ્રાક્ષ એ ભગવાન શિવની આંખોમાંથી પડેલ આંસુ છે. તેને ગ્રહણ કરવાથી વ્યક્તિની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.
ADVERTISEMENT
રુદ્રાક્ષના વૃક્ષની વાત કરવી હોય તો તે એક કઠોર ડાળીઓવાળું વૃક્ષ હોય છે. જેના પર સફેદ ફૂલો આવે છે. તે શરૂઆતમાં લીલા રંગનું ફળ આપે છે, પાક્યા પછી વાદળી થઈ જાય છે અને સુકાયા બાદ કાળા થઈ જાય છે. આ કાળા ફળનું બીજ રુદ્રાક્ષ કહેવાય છે. જેની ધારીઓ જણાવે છે કે તે કયું રુદ્રાક્ષ છે. રુદ્રાક્ષ પર એક થી ચૌદ ધારીઓ હોય છે. આ રેખાઓની સંખ્યાના આધારે રુદ્રાક્ષનું નામકરણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક રેખાવાળા રુદ્રાક્ષને એકમુખી કહેવામાં આવે છે, બે રેખાઓવાળા રુદ્રાક્ષને દ્વીમુખી કહેવામાં આવે છે અને પાંચ રેખાઓવાળા રુદ્રાક્ષને પંચમુખી કહેવામાં આવે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.