બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:38 PM, 15 August 2024
શું અવકાશમાં સેક્સ કરવું શક્ય છે? નિષ્ણાતોના મતે, આ શક્ય છે, પરંતુ પૃથ્વી કરતાં વધુ મુશ્કેલ હોઈ શકે છે. માઈક્રોગ્રેવીટી (ગ્રેવીટી ફ્રી સ્ટેટ ઓફ સ્પેસ)ને કારણે શરીરમાં લોહીનો પ્રવાહ સામાન્ય નથી રહેતો, જેના કારણે સેક્સ કરવું અને ઈરેક્શમાં મુશ્કેલી આવી શકે છે. નિષ્ણાંતોએ કહ્યું કે અવકાશમાં સેક્સ કરવું માત્ર મુશ્કેલ જ નથી, પરંતુ તેમાં અનેક પડકારો પણ છે. સૌથી મોટો પડકાર માઇક્રોગ્રેવિટી છે, જે શરીરના ભાગોમાં રક્ત પ્રવાહને અસર કરે છે. જેના કારણે ઈરેક્શનની સમસ્યા થઈ શકે છે. વધુમાં, અવકાશમાં ગર્ભવતી થવું પણ ખૂબ જોખમી હોઈ શકે છે, કારણ કે ત્યાંની પરિસ્થિતિઓ ગર્ભને અસર કરી શકે છે.
ADVERTISEMENT
Sex is strictly banned aboard the International Space Station pic.twitter.com/K2kaUPMisw
— Latest in space (@latestinspace) September 4, 2023
શું સ્પેસમાં કોઈએ સેક્સ કર્યું છે?
ADVERTISEMENT
નાસાના જણાવ્યા અનુસાર, અવકાશમાં ક્યારેય કોઈએ સેક્સ કર્યું નથી. અવકાશયાત્રીઓ ખૂબ જ વ્યાવસાયિક છે અને તેઓ ખૂબ જ તણાવપૂર્ણ વાતાવરણમાં કામ કરે છે, જેના કારણે આવી પ્રવૃત્તિઓની શક્યતા ઓછી થઈ જાય છે. વધુમાં, સ્પેસ સ્ટેશન પર ખૂબ ઓછી વ્યક્તિગત જગ્યા છે અને તે હંમેશા દેખરેખ હેઠળ છે. નાસાએ આવી પ્રવૃતિઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
વધુ વાંચો : ઈસરોએ જાહેર કર્યો ગગનયાનના અવકાશયાત્રીની જબરદસ્ત ટ્રેનિંગનો વીડિયો, જોઈ જોશ થશે હાઇ
કેમ ચર્ચા વહેતી થઈ?
હકીકતમાં બે અવકાશયાત્રી બુચ વિલમોર અને સુનિતા વિલિયમ્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર છ મહિના માટે ગયાં છે અને હવે સોશિયલ મીડિયામાં લોકોએ એવી કોમેન્ટ શરુ કરી કે આ 6 મહિનામાં શું તેઓ સેક્સ માણશે કે નહીં? સોશિયલ મીડિયા પર લોકોએ આ વિશે મજાકિયા કોમેન્ટ્સ કરી. "આશા છે કે તેઓ તેમની સાથે જન્મ નિયંત્રણ લાવ્યા હશે," એક વ્યક્તિએ ટ્વિટ કર્યું. બૂચ અને સુનિતા બંનેના જીવનસાથી પૃથ્વી પર હોવા છતાં, નિષ્ણાતો કહે છે કે આગામી થોડા વર્ષોમાં અવકાશ પ્રવાસીઓ પણ આવી પ્રવૃત્તિઓમાં રસ દાખવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.