બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:45 PM, 20 July 2024
19 જુલાઈએ જ્યારે માઈક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો. જેના કારણે અનેક સેવાઓ ખોરવાઈ ગઈ હતી. આ આઉટેજને કારણે ઘણી એરલાઇન સેવાઓ અને એરપોર્ટ પણ ખોરવાઈ ગયા હતા. હવે સવાલ એ થાય છે કે જ્યારે માઈક્રોસોફ્ટનું આઉટેજ હતું ત્યારે તે સમયે હવામાં ઉડતા વિમાનો કેવી રીતે નિયંત્રિત હતા. શું તેમને એકબીજા સાથે અથડાઈ જવાનો કોઈ ખતરો ન હતો? ચાલો આજે આ લેખમાં તમને આ પ્રશ્નોના જવાબો આપીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
જો તમને લાગે છે કે માઈક્રોસોફ્ટના આ આઉટેજને કારણે હવામાં ઉડતા વિમાનો એકબીજા સાથે અથડાઈ શકે છે, તો તમે ખોટા છો. એરલાઇન્સ કંપનીઓ પાસે બેકઅપ રીડીપ્લોયમેન્ટ સર્વર છે. મુખ્ય સર્વર કામ કરવાનું બંધ કરે કે તરત જ આ બેકઅપ્સ આપમેળે સક્રિય થઈ જાય છે અને સેવાઓને સરળતાથી ચલાવવામાં મદદ કરે છે. હા, એ વાત સાચી છે કે બેકઅપ સર્વરને કારણે કામ ધીમું થઈ જાય છે. આ કારણે ગઈકાલે તમે જોયું હશે કે ઘણી એરલાઈન્સના કર્મચારીઓ બોર્ડિંગ પાસ પર માહિતી હાથથી લખી રહ્યા હતા.
જ્યારે પણ સર્વર ડાઉનની ઘટના બને છે, ત્યારે આવી સ્થિતિમાં એરલાઇન કંપનીઓ ઇમરજન્સી કોમ્યુનિકેશન નેટવર્કનો ઉપયોગ કરે છે. નેટવર્ક આઉટેજના કિસ્સામાં તે હવામાં ઉડતા વિમાનો અને કંટ્રોલ રૂમ વચ્ચે સંચાર સ્થાપિત કરવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે સર્વર ડાઉન થયા પછી પણ વિમાન હવામાં સરળતાથી ઉડી શકે છે.
વધુ વાંચો : NEET પેપર લીકનો માસ્ટર માઈન્ડ ઝડપાયો, MBBSના બે વિદ્યાર્થીઓની પણ ધરપકડ
જો કોઈપણ પરિસ્થિતિમાં ઈમરજન્સી કોમ્યુનિકેશન નેટવર્ક પણ કામ ન કરતું હોય તો એર ટ્રાફિક કંટ્રોલ રૂમ આ સ્થિતિમાં રેડિયો કોમ્યુનિકેશનની મદદ લે છે. વાસ્તવમાં, એરલાઇન કંપનીઓ પાસે એક ખાસ પ્રકારની રેડિયો ફ્રીક્વન્સી હોય છે અને તેના દ્વારા તેઓ હવામાં ઉડતા વિમાનો સાથે વાતચીત કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ટ્રમ્પ ઢીલા પડ્યાં / ભારત પર ટેરિફ પર ઢીલા પડ્યાં ટ્રમ્પ, ભારતને છુટછાટ આપવા માટે દિલ્હીમાં મહત્વની બેઠક
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.