બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:25 PM, 22 July 2024
ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ તારીખ નજીક આવી રહી છે. જો ITR સમયસર ભરવામાં નહીં આવે તો દંડ ભરવો પડી શકે છે. પરંતુ અમુક ટેક્સપેયર્સ એવા છે જેઓ 31 જુલાઈ બાદ પણ ITR ફાઈલ કરી શકે છે. 1 એપ્રિલથી ITR ભરવાની શરૂઆત થઈ હતી. નોકરિયાતવર્ગ, પેન્શન મેળવનાર, HUF અને જેને ઓડિટની જરૂર નથી તેવા લોકોએ 31 જુલાઈ સુધી ITR ભરી દેવાનું છે. પરંતુ આપણે એવા ટેક્સપેસર્સ વિશે જાણીશું જેમને 31 તારીખ બાદ પણ ITR ભરવાની સુવિધા આપવામાં આવી છે.
ADVERTISEMENT
જે વ્યાપારીઓના એકાઉન્ટને ઓડિટ કરવાની જરૂર રહે છે, તેવા વ્યાપારી 31 ઓક્ટોબર સુધી પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકે છે. તેમને IT વિભાગ વધારાના 3 મહિના સુધીનો સમય આપે છે. આથી તેઓ CA પાસે ઓડિટ કરાવી શકે છે. ઈન્ડિવિઝ્યુઅલ વ્યાપારીને ઓડિટની જરૂર હોય તો તેમને પણ 3 મહિનાની છૂટ મળે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ઉતાવળ ન કરતાં! ITR ફાઈલ કરતાં પહેલા આટલું અચૂક કરજો, થશે તગડો ફાયદો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.