બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:46 PM, 18 December 2020
ADVERTISEMENT
પાકિસ્તાન ના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશી એ શુક્રવારે દાવો કર્યો છે કે ભારત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવા જઈ રહ્યું છે. આટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું છે કે તેની પાસે આ માટે પુરાવા પણ છે. કુરેશીએ આ દાવો અબુધાબીમાં કર્યો હતો જ્યાં તેઓ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા હતા. તેમણે દાવો કર્યો છે કે દેશની ગુપ્તચર એજન્સીઓને આ વિશે માહિતી મળી છે.
ADVERTISEMENT
ગુપ્તચર સૂત્રોએ માહિતી આપી હતી
શાહ મેહમુદ કુરેશી એ સંયુક્ત આરબ અમીરાત UAE ની બે દિવસીય મુલાકાતના અંતે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન કુરેશીએ કહ્યું, "ગુપ્તચર એજન્સીઓ તરફથી એવા ઈનપુટ મળ્યા છે કે ભારત પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની યોજના બનાવી રહ્યું છે." તેને ખતરનાક ગણાવતાં કુરેશીએ કહ્યું હતું કે ભારત પહેલાથી જ તે દેશોની સહમતી મેળવવાની કોશિશ કરી રહ્યું છે જેને તે પોતાના ભાગીદાર માને છે.
પાકિસ્તાન ના વિદેશ મંત્રીએ એવો દાવો પણ કર્યો છે કે ભારતે તેના આંતરિક મુદ્દાઓથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ હુમલાની યોજના બનાવી છે. તે જ સમયે, પાકિસ્તાન ના ડોન અખબારના અહેવાલ મુજબ, પાકિસ્તાન ની સેનાને મહિનાની શરૂઆતમાં જ હુમલાની શક્યતાને જોઈને એલર્ટ પર મૂકવામાંઅ આવી હતી.
ઘણા દિવસોથી આવી ચર્ચા ચાલી રહી હતી
નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાની મીડિયામાં ઘણા દિવસોથી ચર્ચા હતી કે ભારત ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. ડોન અખબારના સૂત્રોના હવાલેથી જણાવાયું છે કે, ભારતીય સૈન્ય નિયંત્રણ રેખાને પાર કરીને કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે. જો કે, ત્યારબાદ આર્મીએ આ અહેવાલોને એકદમ ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આવી કોઈ યોજના નથી.
UAE પાક પર રોષે ભરાયું છે
UAE એ પાકિસ્તાની નાગરિકોને વર્ક વિઝા આપવાનું બંધ કરી દીધું છે. UAE માં કોરોના વાયરસ અને વધતા જતા ક્રાઇમ પાછળ પાકિસ્તાની નાગરિકોની સંડોવણી અંગે ત્યાંની સરકાર રોષે ભરાઈ છે. યુએઈએ પણ પાકિસ્તાનને મોટું ઉધાર પણ આપ્યું છે. આ મહિનાના અંત સુધીમાં, પાકિસ્તાને UAE ને 1 બિલિયન ડોલર ચૂકવવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.