મહામંથન / શું ચાઈનીઝ માલનો બહિષ્કાર શક્ય છે ? વાસ્તવિકતા સ્વીકાર્યે છૂટકો ?

જ્યારે જ્યારે દિવાળી અને ઉતરાયણ જેવા તહેવાર આવે ત્યારે ત્યારે આપણને સ્વદેશી શબ્દ સાંભળવા મળે છે. પરંતુ એ પણ માત્ર તે તહેવાર પૂરતો જ. જો કે આવું એટલા માટે થાય છે કે આજની પેઢીનો સ્વદેશી વસ્તુઓને લઈને અભિગમ કંઈક અલગ જ અને વિચિત્ર છે..આજની પેઢી એવું માને છે કે સ્વદેશી વસ્તુ કરતા વિદેશી વસ્તુ લાખ ઘણી સારી હશે.જો કે હકીકતે તેવુ હોતુ નથી. પરંતુ અહીં બદલાવની શરૂઆત કોણ કરશે તેની ખરેખર કેટલીક વખત તો રાહ જોવાતી હોય છે. સ્વદેશી એટલે ભારતના કારખાનામાં બનેલી વસ્તુ નહી પણ ભારતના લોકો દ્વારા બનેલી વસ્તુઓ. અને આ સ્વદેશી વસ્તુઓમાં શરૂઆતમાં કોઈ કમીઓ જણાય તો સ્નેહપૂર્વ તેને વધાવી અને કમીઓ દુર કરવા સહકાર આપવો જોઈએ. આ રીતે જ વગર શ્રમે તમારા દ્વારા ખરા અર્થમાં દેશની સાચી સેવા થઈ શકશે..એટલું જ નહીં પરંતુ તેનાથી દેશના જ વેપારીઓને રોજગારી મળશે. જો કે અહીં સ્વદેશી વસ્તુઓ પ્રત્યે ગ્રાહકને કેવી રીતે આકર્ષવો તે પણ આજના એટલે કે ગ્રાહકવાદના યુગમાં મુદ્દો છે. કેમ કે આજનો ગ્રાહક ઓછા પૈસામાં કેવી રીતે સારી વસ્તુ અને સારી સર્વિસ મળી શકે તે શોધે છે..અને જો આ તમામ વસ્તુઓ તેને દેશમાંથી જ મળી શકે તો વિદેશી વસ્તુઓ તરફ આકર્ષાશે જ નહીં..આ વસ્તુ કોઈ એક વ્યક્તિથી નહીં પરંતુ જનભાગીદારીથી શક્ય બની શકશે. આપણા દેશમાં જે હદે વિદેશી વસ્તુઓ જનમાનસ હાવિ છે તેમાં પણ ખાસ કરીને ચાઈનીઝ વસ્તુઓ શું તેનો અન્ય કોઈ વિકલ્પ છે ખરો? શું રમકડામાં તમારી પાસે ચાઈનીઝ પ્રોડક્ટ ખરીદવા સિવાય બીજો વિકલ્પ ખરો? ખરેખર ચાઈનીઝ પ્રોડ્કટ વિના ભારતને ચાલે ખરું? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ