Can captain Rohit Sharma play Test series in Bangladesh? BCCI's biggest update is out
સ્પોર્ટ્સ /
શું બાંગ્લાદેશમાં કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ સિરીઝ રમી શકશે? સામે આવ્યું BCCIનું સૌથી મોટું અપડૅટ
Team VTV03:57 PM, 09 Dec 22
| Updated: 03:57 PM, 09 Dec 22
રોહિત શર્માં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર નથી થયો. રોહિતની ઈજા અંગે અપડેટ આપતા BCCI એ કહ્યું કે રોહિત ટેસ્ટ શ્રેણી રમશે કે નહીં તે પછીથી નક્કી કરવામાં આવશે.
રોહિત શર્માં બાંગ્લાદેશ સામે શ્રેણી રમી શકશે કે નહી તેનો નિર્ણય પછી લેવાશેઃ જય શાહ
ફિલ્ડીંગ કરતી વખતે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા
બીસીસીઆઈ પછી નિર્ણય બદલી પણ શકે છે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેટની શ્રેણીમાં રમશે કે કેમ તે અંગે પછીથી નિર્ણય લેવામાં આવશે. ODI સીરીઝમાં બીજી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રોહિતનો અંગૂઠો તૂટી ગયો હતો. ત્યાર બાદ તેને હાથમાં ટાંકા પણ આવ્યા હતા. જો કે આ ઈજા બાદ રોહિત બેટિંગ કરવા આવ્યો અને તેણે 28 બોલમાં અણનમ 51 રન બનાવ્યા. પરંતું ટીમ ઈન્ડિયાને હારથી બચાવી શક્યો નહીં.
બીસીસીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલ પ્રેસમાં જય શાહ તરફથી કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઈની મેડિકની ટીમ ચેક કરી રહી છે અને ઢાકામાં સ્થાનિક હોસ્પિટલમાં એમનું સ્કેન કરવામાં આવ્યું છે. અને સ્પેશ્યાલીસ્ટને દેખાડવા માટે મુંબઈ આવવા નીકળી ગયા છે ત્યારે તે છેલ્લી વન-ડે નહી રમી શકે. ટેસ્ટ સીરીઝમાં તેમના રમવાનો નિર્ણય પછી બદલી પણ દેવામાં આવે.
બીસીસીઆઈએ ફાસ્ટ બોલર દીપક ચાહર અને કુલદીપ સેનને નેશનલ ક્રિકેટ એકેડમીકમાં જવા માટે કહ્યું છે. ત્યારે બંને ઈજાગ્રસ્ત છે. ત્યારે શાહે કહ્યું કે ફાસ્ટ બોલર કુલદીપ સેન પહેલી વનડે પછી કમરમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારે બીસીસીઆઈની મેડિકલ ટીમે તેમને આરામ કરવાની સલાહ આપી હતી. સીરીઝમાં તેઓ હવે નહી રમી શકે. ફાસ્ટ બોલર દીપક ચાહર પણ બીજા વન ડે દરમ્યાન હેમસ્ટ્રિંગ ઈજા થતા તેઓ પણ સીરીજથી બહાર થઈ ગયા છે. ત્યારે બંને ખેલાડીએ હવે એનસીએ જશે.