બ્રેકિંગ ન્યુઝ
VTV / Can also be spread through toilet pipes?
Anita Patani
Last Updated: 04:35 PM, 11 May 2021
ADVERTISEMENT
લોકોમાં કોરોનાનો ડર વધ્યો છો ત્યારે વૈજ્ઞાનિકો પણ અલગ અલગ પ્રકારના રિસર્ચ કરીને લોકોને સાવધાન કરી રહ્યાં છે. સામાન્ય રીતે લોકોના છીંક ખાવાથી કે બિમાર પડવાથી કોરોના ફેલાતો હોય છે પરંતુ હવે એક નવી વાત સામે આવી છે જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે ટોયલેટની પાઇપમાંથી પણ કોરોના ફેલાઇ રહ્યો છે.
ADVERTISEMENT
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ફ્લશ કરવાથી વાયરસ નીકળીને હવામાં ભલી જાય છે. હરવર્ડ યુનિવર્સિટીના એક પ્રધ્યાપક કહે છે કે જ્યારે આપણે ફ્લશ કરીએ છીએ ત્યારે પ્રતિ ક્યુબિક મીટર હવામાં 10 લાખ કણ મળે છે જેમાંથી બધામાં તો વાયરસ નથી હોતો પરંત પબ્લિક ટોયલેટમાં ખાસ કરીને સંક્રમણનો ખતરો રહે છે.
જો એક સોસાયટીમાં ફ્લેટના એક ટોયલેટમાંથી પણ બીજા ટોયલેટમાં વાયરસ ફેલાઇ શકે છે ? તેના માટે હોંગકોંગની એક મોટી બિલ્ડીંગનું ઉદાહરણ આપવામાં આવ્યુ હતુ. તેમાં વૈજ્ઞાનિકોને એવુ લાગી રહ્યુ હતુ કે તે બિલ્ડીંગમાં વાયરસ પ્લંમ્બિગ દ્વારા ફેલાયો હતો.
2003માં હોંગકોંગમાં થયેલ અમોય ગાર્ડન સાર્સ પ્રકોપની ઘટના સામે છે. તેમાં આ બિલ્ડીંગના 342 લોકો સંક્રમિત થયા હતા અને 42 લોકોના મોત થયા હતા. તે સમયે વૈજ્ઞાનિકોએ કહ્યું હતુ કે પ્લમ્બિંગના કારણે વાયરસ ફેલાયો હતો.
દર્દીના ટોયલેટમાંથી ફેલાઇ શકે વાયરસ
સાયન્સ મેગેઝીનની લેખીકા જોલીન કેસરે આ સંબંધમાં ગુઆંઝુની એક ઘટના વિશે લખ્યુ હતુ કે, વાયરસથી સંક્રમિત એક પાંચ સદસ્યીય પરિવાર વુહાનથી પરત ફર્યો હતો. તેના થોડા દિવસોમાં જ તે અપાર્ટમેન્ટના બે કપલ સંક્રમિત થયા હતા. ચીની વૈજ્ઞાનિકોએ જ્યારે તપાસ કરી તો સામે આવ્યુ કે તે દર્દીના ઘરથી આખા ફ્લેટની પાઇપ જોડાયેલી હતી માટે અન્ય લોકો પણ સંક્રમિત થયા હતા.
ધ લેસેન્ટમાં પ્રકાશિત એક લેખ અનુસાર એક જગ્યાએ વધારે સંક્રમિત દર્દીઓના રહેવાથી ત્યાંના વાતાવરણમાં પણ વાયરસ મોટા પ્રમાણમાં ફેલાય જાય છે. તેવામાં આ વાતથી ઇન્કાર ન કરી શકાય કે જો એક બિલ્ડીંગમાં ઘણા લોકો સંક્રમિત છે તો તેમના ટોયલેટમાંથી વાયરસ ન ફેલાઇ શકે. જો તમે ફ્લેટમાં રહો છો તો તમારે ધ્યાન રાખવુ જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.