વોટર આઈડી કાર્ડ દરેક નાગરિક માટેનો ખાસ ડોક્યુમેન્ટ છે. ખાસ કરીને 18 વર્ષથી વધારે લોકો માટે તે સૌથી મોટો ડોક્યુમેન્ટ છે. તેની મદદથી તમે વોટ કરી શકો છો અને સાથે કાર્ડને જાહેર કર્યા બાદ તમારું નામ મતદાતાની સૂચિમાં પણ આવી જાય છે. આ સરનામા અને ઓળખના રૂપમાં બેંક, લાઈટ, વીજળી, ટેલિફોન કનેક્શનના કામમાં આવે છે. જો તે ખોવાઈ જાય, ફાટી જાય કે ચોરી થાય તો આ રીતે ફરીથી બનાવડાવી શકો છો.
voter id કાર્ડ ચોરી થાય કે ખોવાય તો કરો આ કામ
જાણી લો શું છે ડુપ્લીકેટ કાર્ડ બનાવવાની ઓનલાઈન પ્રોસેસ
આ જગ્યાઓએ ઉપયોગી રહે છે વોટર આઈડી કાર્ડ
વોટર આઈડીને લઈને લોકો ત્યારે મુશ્કેલીમાં મૂકાય છે જ્યારે તેમનું કાર્ડ ખોવાઈ જાય કે ફાટી જાય અથવા તો ચોરી થઈ જાય છે. આ સમયે લોકો સમજી શકતા નથી કે શું કરવું અને શું નહીં. કેવી રીતે પોતાનું વોટર આઈડી કાર્ડ પરત મેળવવું. મોટાભાગે લોકોના મનમાં સવાલ આવે છે કે વોટર આઈડી કાર્ડને કેવી રીતે ફરીથી બનાવી શકાય છે કે નહીં.
શું કહે છે નિયમ
નિયમાનુસાર તમારા વોટર આઈડી કાર્ડને નુકસાન થાય, ખોવાઈ જાય કે ચોરી થાય તો તમારે ડુપ્લીકેટ કાર્ડ બનાવડાવવાનું રહે છે. આ માટે તમારે જાતે એપ્લાય કરવાનું રહે છે અને સાથે નક્કી પ્રક્રિયાનું પાલન કરવાનું રહે છે. તેના આધારે તમે તેને ફરીથી ઝડપથી બનાવી શકો છો. આ માટે ચૂંટણી અધિકારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહે છે.
ઈલેક્શન કમિશનની મોબાઈલ એપ્લીકેશન વોટર હેલ્પલાઈનની મદદ લો અને ડુપ્લીકેટ વોટર આઈડી માટે એપ્લાય કરો.
સૌ પહેલાં Issue of Replacement Elector's Photo Identity Card પર ક્લિક કરો.
હવે કન્ટીન્યૂ પર ક્લિક કરો. આ પછી તમારી સામે એક ફોર્મ ખૂલશે. તેમાં જાણકારી ભરો. તેમાં રાજ્ય, જિલ્લા અને વિધાનસભા ક્ષેત્રની જાણકારી માંગી હશે તે ભરો.
નેક્સ્ટ પર ક્લિક કરો અને સાથે તમારી સામે અન્ય એક ઈન્ટરફેસ ખુલશે તેમાં તમારે અરજદારનું નામ, સરનામું, જન્મ તારીખ, ડેટ ઓફ બર્થ, ઈમેલ, મોબાઈલ નંબર ભરવાનો રહેશે. આા પછી એરિયા પિન કોડ, ગામનું નામ જેવી માહિતી ભરવાની રહેશે.
તમારા ડુપ્લીકેટ વોટર આઈડી બનાવવા માટેનું કારણ પૂછાશે. તમારા માટે આ જગ્યાને પસંદ કરવાની રહેશે જ્યાંથી તમારે વોટર આઈડી કાર્ડ લેવાનું છે. તમે ઘરે જ કાર્ડ મંગાવવા ઈચ્છો છો તો I wish to receive my EPIC by Post પર ક્લિક કરો. ત્યારબાદ તમારું વોટર કાર્ડ તમારા ઘર સુધી પહોંચાડવામાં આવશે.