બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / Campaigning for final phase ends today

ચૂંટણી / સાતમા તબક્કાની ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ, 19મીએ મતદાન

vtvAdmin

Last Updated: 09:41 AM, 17 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી 2019ના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી રેલી અને ભાષણનો આજે છેલ્લો દિવસ છે. આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચાર બંધ થઇ ગયા બાદ 19 મેના રોજ સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. અંતિમ તબક્કામાં 59 બેઠકો પર મતદાન યોજાશે.

આજે અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક દિગ્ગજ નેતાઓ રેલીઓને સંબોધન કરશે. છ તબક્કાની ચૂંટણીમાં લોકસભાની 483 બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે એક દિવસ બાકી રહ્યો છે.
 


જેના માટે આજરોજથી ચૂંટણી પ્રચાર થંભી જશે. જો કે સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે આયોગના નિર્દેશ પર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર ગુરૂવાર રાતથી જ બંધ થઇ ગયો છે. 2019ની લોકસભાની ચૂંટણી આખરે પુરી થવા તરફ જઈ રહી છે. અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે.
 


સાતમાં તબક્કાની ચૂંટણી માટે આજે સાંજે પ્રચારના પડઘમ શાંત થઈ જશે. પશ્વિમ બંગાળમાં 20 કલાક પહેલા જ પ્રચાર પડઘમ શાંત થઈ ચુક્યા છે. 19મીએ સાતમાં તબક્કાનું મતદાન યોજાનાર છે. આ તબક્કામાં 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન યોજનાર છે. જેમાં બિહારની 8 , હિમાચલ પ્રદેશની 4, મધ્યપ્રદેશની 8, પંજાબની 13, ઉત્તરપ્રદેશની 13, પશ્વિમ બંગાળની 9, ઝારખંડની 3 અને એક ચંદીગઢ બેઠક પર મતદાન યોજાનાર છે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP National News PM Narendra Modi Voting congress lok sabha election Loksabha Election
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ