બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લગ્નના રિસેપ્શનમાં કેમેરામેને દુલ્હન સાથે કરી એવી હરકત કે વરરાજાનો પિત્તો ગયો, જુઓ પછી શું થયું...

VIDEO / લગ્નના રિસેપ્શનમાં કેમેરામેને દુલ્હન સાથે કરી એવી હરકત કે વરરાજાનો પિત્તો ગયો, જુઓ પછી શું થયું...

Last Updated: 06:54 PM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ એક લગ્નના ફોટોશૂટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેમેરામેન વારંવાર પોઝ આપવાના બહાને દુલ્હનને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. જેથી વરરાજા ગુસ્સે થઈ ગયો હતો.

આ સોશિયલ મીડિયાના જમાનામાં દરરોજ અનેક વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં લગ્નના કેટલાક મજેદાર વીડિયો પણ સામે આવતા રહે છે. હાલમાં પણ આવો જ એક મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી હસતાં હસતાં તમારું પેટ દુખવા લાગશે. આ વાયરલ વીડિયોમાં લગ્નની એક રસપ્રદ ઘટના જોઈ શકાય છે. જેમાં વરરાજા અને કન્યા સ્ટેજ પર ઉભા રહીને પોતાના ફોટા પડાવી રહ્યા છે. આ દરમિયાન કેમેરામેન દુલ્હનના ફોટા લેવાનું શરૂ કરે છે. ફોટા પાડતો કેમેરામેન વારંવાર દુલ્હનને પોઝ કેવી રીતે આપવો તે કહી રહ્યો હતો. તે આ બહાને વારંવાર દુલ્હનને સ્પર્શ કરી રહ્યો હતો.

આ નાટક થોડા સમય માટે ચાલુ રહે છે. પરંતુ જ્યારે કેમેરામેનની હરકતો ચાલુ રહી, ત્યારે તેની સામે ઉભેલા વરરાજાને તેની હરકતો જોઈને ગુસ્સો આવ્યો અને તેણે તરત જ કેમેરામેનના માથા પર જોરથી થપ્પડ મારી દીધી. વરરાજા કેમેરામેનના ટાલવાળા માથા પર એટલી જોરથી થપ્પડ મારે છે કે તે કેમેરામેન પણ ચોંકી જાય છે. વરરાજાની આ મારપીટ જોઈને, દુલ્હન પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતી નથી અને સ્ટેજ પર જોરથી હસવા લાગે છે અને હસતા હસતા જમીન પર પડી જાય છે.

વધુ વાંચો : મોચીએ રાહુલ ગાંધીને ગિફ્ટમાં આપ્યા હાથથી સીવેલા ચપ્પલ, કર્યો Video શેર

જોકે આ વિડીયો સ્ક્રિપ્ટેડ પણ હોઈ શકે છે. જે મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. લગ્ન સંબંધિત આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @punjabi_industry__ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી તેને લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ લાઈક કર્યું છે. ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Groomvideo VideoViral Bridevideo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ