બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ભયંકર આગની ચપેટમાં હજારો ઘર, 30 હજાર લોકો બેઘર, જ્યાં જુઓ ત્યાં આગ ઓકતું મંજર

VIDEO / ભયંકર આગની ચપેટમાં હજારો ઘર, 30 હજાર લોકો બેઘર, જ્યાં જુઓ ત્યાં આગ ઓકતું મંજર

Last Updated: 09:30 AM, 9 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના જંગલોમાં લાગેલી આગ વધુ ભયાનક બની ગઈ છે. આ આગથી લાખો લોકો પ્રભાવિત થયા છે અને ઘણી ફ્લાઇટ્સ, શાળાઓ, કોલેજો અને બેંકો પણ તેનાથી પ્રભાવિત થયા છે.

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસ નજીક લાગેલી જંગલની આગ હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આ આગમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થઈ ચુક્યા છે. આ સાથે, અત્યાર સુધીમાં 30 હજાર લોકો તેમના ઘર છોડીને પલાયન કરી ચૂક્યા છે. આ ઉપરાંત હજારો ઇમારતો આ આગની ચપેટમાં આવી ગઈ છે. રિપોર્ટ અનુસાર, આગ પહેલા પેસિફિક પેલિસેડ્સ, ઇટન અને હર્સ્ટના જંગલોમાં લાગી હતી, ત્યારબાદ તે રહેણાંક વિસ્તારોમાં ફેલાવા લાગી. જંગલમાં લાગેલી આગને કારણે પરિસ્થિતિ સતત બગડી રહી છે. આ વિસ્તારમાં ઘણા હોલીવુડ સ્ટાર્સ રહે છે, તેઓ શહેર છોડીને જતા રહ્યા છે. બુધવારે ભારે પવનને કારણે પેસિફિક પેલિસેડ્સ અને લોસ એન્જલસ વિસ્તારોમાં વધુ બે આગ લાગી. લોસ એન્જલસના દરિયાકાંઠાના વિસ્તારમાં જંગલો આખી આગમાં બળતા રહ્યા.

હવામાન નિષ્ણાતોના મતે, શુષ્ક હવામાનમાં ભારે પવન ફૂંકાતા આગ વધુ વિકરાળ બની રહી છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસોમે મંગળવારે કટોકટી જાહેર કરી દીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાન્ટા મોનિકા અને માલિબુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘણી ઇમારતો નાશ પામી છે. આગને કારણે પેસિફિક પેલિસેડ્સમાં આશરે 3,000 એકર (1,200 હેક્ટર) જમીનનો નાશ થયો છે.

આગથી બચવા માટે રસ્તાઓ પર ભીડ એકઠી થઈ ગઈ છે, જેના કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયો. લોકોએ પોતાની ગાડીઓ રસ્તા પર છોડી દીધી. લોસ એન્જલસના આકાશમાં જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દેખાય છે. અભિનેતા સ્ટીવ ગુટનબર્ગે એક ચેનલને જણાવ્યું કે તે લોકોને બહાર જવાની મંજૂરી નથી. તેમની ગાડીઓ રસ્તાઓ પર જ પાર્ક છે. લોકોને પોતાની સંપત્તિની નહીં, પણ પોતાના જીવનની ચિંતા છે. બધા વિચારી રહ્યા છે કે કોઈક રીતે શહેરની બહાર નીકળી જાય.

રાષ્ટ્રીય હવામાન સેવા (NWS) અનુસાર, આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આ વિસ્તારમાં ઘણા બધા તાડના વૃક્ષો છે, જેના કારણે આગ ફેલાઈ રહી છે. પેલિસેડ્સમાં લાગેલી આગમાં ઘણા લોકો અને ફાયરકર્મીઓ દાઝી ગયા છે. જોકે, કોઈ જાનહાનિના અહેવાલ નથી. હોલીવુડ અભિનેતા જેમ્સ વુડ્સે કહ્યું કે તેમણે પેસિફિક પેલિસેડ્સમાં પોતાનું ઘર ખાલી કરી દીધું છે. તેમને ખબર નથી કે ઘર બચ્યું છે કે નહીં. પાસાડેના નજીક અલ્ટાડેના વિસ્તારમાં લગભગ 30 માઇલ (50 કિમી) દૂર ઇટનમાં પણ ભીષણ આગ ફાટી નીકળી છે.

PROMOTIONAL 13

આ પણ વાંચો: રશિયાએ યૂક્રેનિયન શહેર પર કર્યો ભયંકર મિસાઇલ હુમલો, 13 લોકોના મોત, ડઝનેક ઘાયલ

2 લાખથી વધુ ઘરોમાં વીજળી કપાઈ

મંગળવારે મોડી રાત્રે લાગેલી આગને કારણે લોસ એન્જલસ કાઉન્ટીમાં 210,000 થી વધુ ઘરોમાં વીજળી કપાઈ ગઈ છે. લોસ એન્જલસ ફાયર ચીફ ક્રિસ્ટન ક્રોલીના જણાવ્યા અનુસાર, 10,000 ઘરોમાં લગભગ 25,000 લોકો જોખમમાં છે. અગ્નિશામક વિમાનો સમુદ્રમાંથી પાણી લાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

California Wild Fire Los Angeles Fire at Hollywood Hills
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ