ઑફર / જો તમે આ રેસ્ટોરાંમાં જમતી વેળાએ ફોન નહીં યૂઝ કરો તો મળશે મફતમાં પિઝા

California restaurant offers free pizza to diners who put their phones away

લોકોમાં સ્માર્ટ ફોનનું એડિક્શન ઘટાડવા માટે કેલિફોર્નિયાની એક ફૂડ કંપની પોતાની રેસ્ટોરાંમાં ફ્રી પિઝા ઓફર કરી રહી છે. આ માટે રેસ્ટોરાંમાં આવનાર ગ્રાહકોએ પોતાનો ફોન લોકરમાં રાખવો પડશે. તેની અવેજીમાં તેમને એક પિઝા મફત મળશે. ઓફર મુજબ ફ્રી પિઝા માટે ગ્રાહકોએ સમૂહમાં આવવું પડશે. ઓફરની શરૂઆત લગભગ ત્રણ અઠવાડિયાં પહેલાં થઇ હતી. અત્યાર સુધી કંપની પ૦ મોટા પિઝા લોકોને મફત આપી ચૂકી છે.

બ્રેકિંગ ન્યૂઝ