બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / કેલિફોર્નિયામાં ફિલ્મી ઢબે લૂંટ, 7 ઈલેવનમાં ચોરોએ ઈન્ડિયન કેશિયરને ધોકાયો, વાયરલ વીડિયો ભયાવહ
Last Updated: 01:08 PM, 9 October 2024
California News : USના કેલિફોર્નિયાથી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેલિફોર્નિયાના એનાહાઈમમાં બનેલી એક ઘટનામાં 7 Elevenનાં એક સ્ટોરમાં તોફાની ટોળાં દ્વારા ના માત્ર ભાંગફોડ કરવામાં આવી હતી પરંતુ સાથે જ સ્ટોરમાં કામ કરતા ક્લાર્કને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાની પ્રાથમિક માહિતી પ્રમાણે રવિવારે વહેલી સવારે દોઢ વાગ્યાની આસપાસ ઓરેન્જ અને નોટ એવેન્યૂઝના ઈન્ટરસેક્શન પર આવેલી સ્ટ્રીટમાં આવેલા આ સ્ટોરમાં ચોરી થઈ હોવાનો પોલીસને મેસેજ મળ્યો હતો.
ADVERTISEMENT
Hundreds of scholars loot a 7-Eleven in Los Angeles, California pic.twitter.com/X45LYvJXSQ
— BAY AREA STATE OF MIND (@YayAreaNews) October 7, 2024
USના કેલિફોર્નિયાના એનાહાઈમમાં બનેલી એક ઘટનામાં 7 Elevenનાં સ્ટોરમાં ચોરીની ઘટનાની માહિતી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. આ ચોરીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં જોવા મળતો યુવક ભારતીય હોય તેવું પણ લાગી રહ્યું છે જોકે હજી સુધી પોલીસે તેની ઓળખ જાહેર નથી કરી. વાયરલ થયેલ સવા મિનિટના આ વિડીયોમાં ચોર તત્વો સ્ટોર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આ ક્લાર્ક દરવાજો પકડીને ટોળાંને અંદર આવતાં અટકાવી રહ્યો હતો જોકે બે માસ્કધારી લોકોએ પહેલા તો ક્લાર્કને લાત મારી હતી અને પછી દરવાજાને ધક્કો મારીને સ્ટોરમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ બીજા લોકો તેમની પાછળ આવ્યા હતા.
ADVERTISEMENT
આ ચોર ઇસમો સ્ટોરમાં ઘૂસ્યા ત્યારબાદ પણ સ્ટોરમાં કામ કરતા વ્યક્તિએ જોરદાર ટક્કર આપી હતી. આ દરમિયાન એક વ્યક્તિએ પાછળથી આવીને ક્લાર્ક પર હુમલો કરી તેને પાડી દીધો હતો અને યુવકને છાતીમાં વાગતા તે ચીસો પાડવા લાગ્યો હતો. અહીં અન્ય એક ચોંકાવનારી વાત સામે આવી છે કે, જે લોકો લૂંટ કરી રહ્યા હતા તેમાંનો જ એક વ્યક્તિ તેનો વિડીયો બનાવી રહ્યો હતો. આ લૂંટ ત્યારે સ્ટોરમાં એક મહિલા કસ્ટમર પણ હાજર હતી.
શું કહ્યું સ્થાનિક પોલીસે ?
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ટોળાં દ્વારા કેશ રજિસ્ટર પણ લૂંટી લેવામાં આવ્યું હતું. આ સાથે ચોરીની આ ઘટનામાં કેટલી રકમની લૂંટ કરવામાં આવી છે તેનો કોઈ આંકડો પોલીસે જાહેર નહોતો કર્યો. આ સાથે પોલીસે કહ્યું કે, સ્ટ્રીટ રેસર્સ દ્વારા ઈન્ટરસેક્શન્સ બ્લોક કરી નાખવામાં આવ્યા હોવાથી પોલીસને ક્રાઈમ સીન પર પહોંચવામાં પણ સમય લાગ્યો હતો જેથી પોલીસ ત્યાં પહોંચી તે પહેલા ભાંગફોડ કરનારા તમામ લોકો નાસી છૂટ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.