કેબિનેટે મોટા નિર્ણય લેતા રેલવે કર્મચારીઓને 78 દિવસની સેલેરી બરાબર બોનસની જાહેરાત કરી. આ સાથે જ ઇ-સિગરેટ પર પૂરી રીતે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવેના 11 લાખથી વધુ કર્મચારીઓને બોનસ મળશે, સતત છઠ્ઠા વર્ષે આપવામાં આવી રહ્યું છે બોનસ
રેલવે કર્મીઓને આ બોનસ પર ખર્ચ કરવા પડશે સરકારી ખજાનાથી 2024 કરોડ રૂપિયા
સરકારે ઇ સિગરેટને પણ સમગ્ર રીતે બને કરી, ઉલ્લંઘન પર જેલ દંડની જોગવાઇ
કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટ બેઠકમાં 2 મહત્વના નિર્ણયનો લીધો, સરકારે રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે તો બીજી બાજુ ઇ સિગરેટને સમગ્ર રીતે બેન કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં આ બંને નિર્ણય પર મહોર લગાવવામાં આવી છે.
કેન્દ્ર સરકારે તહેવાર પહેલા રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. બુધવારે કેબિનેટ બેઠકમાં રેલવે કર્મચારીઓને 78 દિવસના વેતન બરાબર બોનસની જાહેરાત કરવામાં આવી. 11 લાખથી વધારે કર્મચારીઓને એનો લાભ મળશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે પહેલી વખત સતત છઠ્ઠા વર્ષે રેલવે કર્મચારીઓને બોનસ આપવામાં આવી રહ્યું છે. બોનસ આપવામાં સરકારી ખજાના પર 2024 કરોડનો બોજ પડશે.
Union Minister Prakash Javadekar: For 11 lakh railway employees, this govt has consistently for last 6 years, being giving record bonus, equivalent to the wage of 78 days. This year also, 11,52,000 employees will get 78 days wage as bonus. This is the reward for productivity. pic.twitter.com/XnDpz2uHfc
ઇ-સિગરેટ બેન
પ્રેસ કોન્ફ્રેન્સમાં મોજૂદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકારે ઇ-સિગરેટ પર પ્રતિબંધ મૂક્યો છે. એમને જણાવ્યું કે ઇ-સિગરેટનો ઉપયોગ, ઉત્પાદન, વેંચાણ અને સંગ્રહ રાખવા પર પૂરી રીતે બેન કરી દેવામાં આવી છે. એમને કહ્યું કે સ્કૂલી બાળકોમાં પણ એનું ચલણ ઝડપથી વધી રહ્યું છે.
Finance Minister Nirmala Sitharaman: The Union Cabinet has given approval to ban e-cigarettes. It means the production, manufacturing, import/export, transport, sale, distribution, storage and advertising related to e-cigarettes are banned. pic.twitter.com/qayCrQHPZp
સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને જ્યારે પૂછવામાં આવ્યું કે સરકાર ઇ-સિગરેટથી વધારે નુકસાનકારક સિગરેટ પર પણ પ્રતિબંધ કેમ લાદવામાં આવ્યો નથી, તો એમને કહ્યું કે હજુ એની લત નથી, એટલા માટે સરકારે એને શરૂઆતથી જ રોકવાનો નિર્ણય કર્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે ઇ-હુક્કા પર પણ બેન લગાવવામાં આવ્યો છે. પહેવા ગુનો કરવા પર આરોપીને 1 વર્ષની સજા અથવા 1 લાખ સુઘીનો દંડ અથવા બંને થઇ શકે છે પરંતુ જો વારંવાર ગુનો કરે છે તો બીજી વખત પકડાઇ જવા પર 5 લાખ સુધીનો દંડ અથવા 3 વર્ષની કેદ અથવા બંને થઇ શકે છે.
શું છે ઇ-સિગરેટ
ઇ-સિગરેટ બેટરથી ચાલતુ એવુ ડિવાઇસ છે જેમાં લિક્વિડ ભરેલું રહે છે. આ નિકોટીન અને બીજા હાનિકારક કેમિકલ્સ હોય છે. જ્યારે તમે કશ ખેંચો છો તો હીટિંગ ડિવાઇસ એને ગરમ કરીને વરાળમાં બદલી નાંખે છે. એટલા માટે સ્મોકિંગની તર્જ પર વેપિંગ કહે છે.