સાવચેતી / કોરોનાને ભારતમાં આવતો અટકાવવા તમામ પોર્ટ પર ક્રૂઝ પ્રતિબંધિત, દવાઓનો સ્ટૉક પૂરતો : મનસુખ માંડવિયા

cabinet minister mansukh mandaviya states enough precautions made by government for coronavirus outbreak

કોરોના વાયરસથી બચવાની તૈયારીઓના સંદર્ભમાં વાતચીત કરતા કેન્દ્રિય શિપિંગ અને કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ દિલ્હીમાં જણાવ્યું કે ભારતનો સમગ્ર દરિયાકાંઠો સુરક્ષિત કરી દેવાયો છે. તમામ પોર્ટ પર સરકારી હોસ્પિટલો પર આઈસોલેશન વોર્ડ ઉભા કરાયા છે. આ સાથે વિદેશથી આવતાં તમામ ટુરિસ્ટ ક્રુઝ પર પ્રતિબંધ મૂકાયો છે. સાથે સાથે દેશમાંથી નિકાસ થતી અતિમહત્વની 26 દવાઓ પર પ્રતિબંધ મુકાયો છે. જેથી તકેદારીના ભાગરૂપે સંકટના સમયે ભારતમાં દવાઓની અછત ન સર્જાય.

બ્રેકિંગ ન્યૂઝ