બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, પાક નુકસાની સહિત જાણો કયા-કયા મુદ્દાઓ આવરી લેવાશે
Last Updated: 08:36 AM, 18 September 2024
ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળનાર છે. આજે સાંજે પાંચ કલાકે મળશે કેબિનેટની બેઠક. આ બેઠકમાં તાજેતરમાં ગુજરાતમાં પડેલ વરસાદ બાદ પાક નુકશાની બાબતે ચર્ચા થશે. તેમજ નુકશાની પર વિવિધ વિભાગો દ્વારા નુકશાનીને મેમોરેન્ડમ તૈયાર કરવા બાબતે ચર્ચા થશે. તેમજ મેમોરેન્ડમ તૈયાર કરી કેન્દ્ર સરકારને સહાય માટે નુકશાનીની વિગતો મોકલવામાં આવશે. તેમજ આગામી તહેવાર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનાં આયોજન પર ચર્ચા થશે. તેમજ રાજ્ય સરકારનાં આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે.
ADVERTISEMENT
અસરગ્રસ્ત વેપારીઓને સહાયની ચૂકવણી કરાઈ શરૂ
ADVERTISEMENT
વડોદરામાં પૂર નુકસાની માટે સરકારે 25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અસરગ્રસ્ત વેપારીઓને સહાયની ચૂકવણી શરૂ કરાઈ છે. 3,555 વેપારીને 5.25 કરોડ ચૂકવવામાં આવ્યા. 2,370 લારીધારક અને 403 નાની કેબિનધારકને સહાય ચૂકવાઈ છે. 751 મોટી કેબિન જ્યારે 30 જેટલી પાકી દુકાનને સહાય ચૂકવાઈ છે. 14 સપ્ટેમ્બરથી 200 કર્મચારીઓને સરવેની કામગીરી સોંપાઈ છે. સહાયની રકમ વેપારીઓના ખાતામાં જમા કરાવાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.