બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Budget 2025-26 / બજેટ સત્ર પહેલા ગુજરાત સરકારની કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ પર કરાશે સમીક્ષા

મોટા સમાચાર / બજેટ સત્ર પહેલા ગુજરાત સરકારની કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ પર કરાશે સમીક્ષા

Last Updated: 11:40 AM, 19 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટ સત્ર પહેલા રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. જેમાં બજેટ સત્ર અને વિધેયકો અંગે ચર્ચા ઉપરાંત વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવનાર છે.

ગાંધીનગર ખાતે બજેટ સત્ર પહેલા કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં CM અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાનાર છે. મળતી માહિતી મુજબ સવારે 10 વાગે કેબિનેટ બેઠક મળનાર છે. વિધાનસભા બજેટ સત્ર વિશે સમિક્ષા કરવામાં આવનાર છે. આ ઉપરાંત વિધેયકો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવનાર છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમિક્ષા કરવામાં આવનાર છે.

ભરતી વિવાદ મામલે ગંભીર ચર્ચા

વધુમાં બજેટ સત્રને લઇ આરોગ્યની ભરતી વિવાદ મામલે ગંભીર ચર્ચા થઇ શકે છે, જેમાં નર્સિંગ ભરતી વિવાદ પર ચર્ચા બાદ નિર્ણય આવી શકે તેવી સંભાવના જોવા મળી હતી. ત્યારે બીજી તરફ રાજ્યભરમાં નવી જંત્રી સંદર્ભે અરજીઓની સમિક્ષા બાદ સરકાર રીપોર્ટના આધારે સમિક્ષા થશે.

વધુ વાંચો : વાપીની KBS કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગોઝારી ઘટના, પાંડવ કુંડમાં ડૂબી જવાથી 4 લોકોના મોત

બજેટ સત્રને લઈ શાસક પક્ષની બેઠક

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈ શાસક પક્ષની વિધાનસભાના ચોથા માળે શાસક પક્ષના હોલમાં બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં બજેટ સત્ર દરમિયાન ભાજપની રણનીતિ પર સી.આર પાટીલે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે સરકારની કામગીરીને વિધાનસભા ગૃહમાં કેવી રીતે રજૂ કરવી અને કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપવા સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન ઠરાવ પારિત કરવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cm Bhupendra patel Budget 2025 Budget Session
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ