Monday, July 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક સત્રમાં રજૂ થનાર વિધેયકો પર ચર્ચા

CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક  સત્રમાં રજૂ થનાર વિધેયકો પર ચર્ચા
ગાંધીનગર: CM રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે કેબિનેટની બેઠક મળશે. જેમાં વિધાનસભામાં રજૂ થનારા લેખાનુદાનને લઈને ચર્ચા કરવામાં આવશે. તો સત્રમાં રજૂ થનાર વિધેયકો પર તથા ઉનાળામાં પીવાના પાણીના આયોજનના મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરાશે.

તેમજ ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી મુદ્દે સમીક્ષા કરવામાં આવશે. આ અંગે મળતી માહિતી મુજબ વિભાગો તરફથી મળેલી રજૂઆતો સંદર્ભે તથા ચાલુ વર્ષના બજેટના કામો અંગે પણ સમીક્ષા કરાશે. આ ઉપરાંત અછતગ્રસ્ત વિસ્તારો અને સરકારના આયોજનોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે.

દર બુધવારે યોજાય છે બેઠક 
ઉલ્લેખનીય છે કે દરેક માસના બુધવારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની એક કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના અધ્યક્ષ સ્થાને રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્ર કક્ષાએ વડાપ્રધાન હોય છે. ત્યારે આજરોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાનાર રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે રાજ્યમાં ગતવર્ષની સરખામણીએ વરસાદ ઓછો પડવાને કારણે ઘણાં બધા પ્રદેશોમાં પાણીની અછત સાથે તંગી જોવા મળી છે તો આ સાથે જ ભાવાંતર યોજનાને કારણે કેટલાક ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યો છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ