Cabinet meeting chaired by Bhupendra Patel today at Gandhinagar
ગાંધીનગર /
બુધવારે વિધાનસભામાં કાર્યક્રમ હોવાથી આજે મહત્વની કેબિનેટ બેઠક, બજેટ સત્ર સહિત વિવિધ મુદ્દાઓ પર કરાશે ચર્ચા
Team VTV08:01 AM, 14 Feb 23
| Updated: 08:03 AM, 14 Feb 23
આજે ગાંધીનગર ખાતે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં બજેટથી લઇને ટેકાના ભાવે જણસીઓની ખરીદ કામગીરી, નવા વિધેયક જેવા મુદ્દાઓને આવરી લેવાશે.
આજે ગાંધીનગર ખાતે યોજાશે કેબિનેટ બેઠક
બજેટથી લઇને વિવિધ મુદ્દાઓ આવરી લેવાશે
ટેકાના ભાવે જણસીઓની ખરીદ કામગીરી પર સમીક્ષા
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. જેમાં બજેટ સત્રની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે. આ સાથે બેઠકમાં ઉનાળામાં પીવાના પાણીની પરિસ્થિતિ સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે, આવતીકાલે એટલે કે બુધવારે વિધાનસભા ખાતે કાર્યક્રમ હોવાથી આજે કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે.
વિધાનસભામાં યોજાશે બે દિવસીય વર્કશોપ
સામાન્ય રીતે બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે. પરંતુ આ વખતે બુધવાર અને ગુરુવારે વિધાનસભામાં ગણેશ વાસુદેવ માવળંકર સાંસદીય બ્યુરો દ્વારા ધારાસભ્યો માટેનું વર્કશોપ યોજાવાનું છે. જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહેવાના છે. તેને ધ્યાનમાં રાખીને કેબિનેટની બેઠક આજે મળશે.
કેબિનેટમાં આ મુદ્દાઓ પર કરાશે ચર્ચા
આ કેબિનેટ બેઠકમાં બજેટ સત્રની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે. જે વિધયકો વિધાનસભામાં રજૂ કરવામાં આવનાર છે એ વિધયકોને પણ કેબિનેટની બહાલી આપવામાં આવશે. સાથે ઉનાળામાં પાણીની જરૂરીયાતો ખાસ બનાસકાંઠા, કચ્છ સહિતના જિલ્લાઓ એવા છે, જ્યાં પાણી પીવાનું પહોંચાડવા માટે ટેન્કરનો ઉપયોગ કરવો પડે છે, તેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.
ટેકાના ભાવે જણસીઓની ખરીદ કામગીરી પર સમીક્ષા
બીજી તરફ G20ની જે બેઠકો બાકી છે તે અંગે અને સાથે ટેકાના ભાવે જે જણસીઓ ખરીદવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે, તેની સમીક્ષા પણ આ કેબિનેટની બેઠકમાં કરવામાં આવશે. મહત્વનું બજેટ સત્રને લઈને રહેશે.