કેન્દ્ર સરકારે એક મોટી યોજનાને આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન 2025-26 સુધી લંબાવાઈ
5911 કરોડના ફંડની કરાઈ જોગવાઈ
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની જાહેરાત
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનને 2025-26 સુધી લંબાવવાની જાહેરાત કરી દીધી છે.પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પંચાયતી રાજને લઇને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનને 2025 સુધી લંબાવવાની મંજૂરી આપી હતી.
Cabinet has today approved continuation of Rashtriya Gram Swaraj Abhiyan till 2025-26 with outlay of Rs 5,911 crore, Union I&B Minister Anurag Thakur said in a Cabinet briefing pic.twitter.com/bQHTrgwRv2
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનના બજેટમાં 60 ટકાનો વધારો
કેબિનેટે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનના બજેટમાં 60 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદમાં કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. અનુરાગ ઠાકુરે કહ્યું કે આ માટે 5,911 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ભારત સરકારનો હિસ્સો 3,700 કરોડ રૂપિયા અને રાજ્ય સરકારોનો હિસ્સો 2,211 કરોડ રૂપિયા રહેશે.
2.78 લાખ પંચાયતોને મળશે લાભ
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના મારફતે 2 લાખ 78 હજાર ગ્રામીણ સ્થાનિક એકમો સાતત્યપૂર્ણ વિકાસ અભ્યાસક્રમનાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં ઘણી મદદરૂપ થશે. અગાઉ રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાન હેઠળ 2,364 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમાં 60 ટકાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. હવે તેના પર 3,700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
1.65 કરોડ લોકોને મળશે ટ્રેનિંગ
આ યોજના હેઠળ અત્યાર સુધી 1.36 કરોડ લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે. સરકાર આગળ 1.65 કરોડ લોકોને ટ્રેનિંગ આપશે.ઠાકુરે કહ્યું, ક્ષમતામાં વધારો કરવામાં આવશે અને તાલીમમાં સુધારો કરવામાં આવશે. જેથી તે રાષ્ટ્રીય અને સ્થાનિક એમ બંને સ્તરે ઉભી રહી શકે. તેમણે ઉમેર્યું હતું કે, "નવી ટેકનોલોજી ક્ષમતા નિર્માણ અને તાલીમ સાથે જોડવામાં આવશે. ક્ષમતા નિર્માણ અને તાલીમના લક્ષ્યને પૂર્ણ થવા પર, તેમને પ્રોત્સાહન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2018ની સાલમાં પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના હેઠળ પંચાયતી રાજની સંસ્થાઓને મદદ મળે છે.