બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / caa violence a few hours before us president donald trump visit a pre plan

CAA / દિલ્હી હિંસામાં મોટો ખુલાસો, જો આ શખ્સ મેદાનમાં ન ઉતર્યા હોત તો પરિસ્થિતિ વધારે ખરાબ હોત

Mehul

Last Updated: 04:15 PM, 29 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની રાજધાની દિલ્હીમાં થયેલાં રમખાણોમાં જે પ્રકારનાં દ્રશ્યો સામે આવ્યાં છે તેના પરથી સાબિત થાય છે કે દિલ્હીનાં રમખાણો પ્રી-પ્લાન્ડ હતાં. આના માટેની તૈયારીઓ થોડા સમય પહેલાં થઇ ચૂકી હતી અને સમય પણ પહેલેથી જ પસંદ કરાયો હતો કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત સાથે મેળ ખાતો હતો.

  • દિલ્હીમાં થયેલાં રમખાણોમાં જે પ્રકારનાં દ્રશ્યો સામે આવ્યાં તે સાબિત કરે છે કે રમખાણો પ્રી-પ્લાન્ડ હતાં
  • અંકિત શર્માની હત્યા પર ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આપેલા નિવેદનથી હત્યા કેસને નવો વળાંક
  • દિલ્હીમાં રમખાણો કરનારા લોકો બહારથી સંપૂર્ણ તૈયારીઓ સાથે આવ્યા હતા

દિલ્હીમાં રમખાણો કરનારા લોકો બહારથી સંપૂર્ણ તૈયારીઓ સાથે આવ્યા હતા. આ લોકો ઘણા દિવસોથી દિલ્હી આવીને રમખાણોનો સામાન એકઠો કરી રહ્યા હતા. બે મોટી ગેંગ જે ક્રાઇમમાં એકસપર્ટ છે તે દિલ્હીમાં હતી. તેમની પાસે મોટી સંખ્યામાં દેશી પિસ્તોલ હતી. તેમણે પેટ્રોલ બોમ્બ બનાવ્યા કે જેથી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે.

જે પ્રકારની તૈયારીઓ કરાઇ હતી તે પ્રમાણે રમખાણો હજુ મોટું સ્વરૂપ ધારણ કરી શકત, પરંતુ એનએસએ અજિત ડોભાલ મેદાનમાં ઊતર્યા તો આ ગેંગ ડરી ગઇ. રાજધાની દિલ્હીમાં થયેલા રમખાણોમાં 42થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. સેંકડો ઘાયલ છે અને કરોડોનું નુકસાન થયું છે. ધીમે ધીમે તેમાં નવા નવા ખુલાસા થઇ રહ્યા છે.

આ હિંસા માટે બોરીઓમાં પથ્થર રાખીને છત પર પહોંચાડવા માટે ટ્રેકટરોમાં ભરીને ભઠ્ઠીઓમાંથી ઇંટો મંગાવાઇ હતી અને તેના નાના નાના ટુકડા પણ કરાયા હતા. હિંસાગ્રસ્ત મુસ્તફાબાદ, કરાવલનગર, ચમન પાર્ક, શિવવિહાર સહિત અન્ય વિસ્તારોમાં હિંસાના એક અઠવાડિયા અગાઉથી જ ઇંટોથી લદાયેલા ટ્રેકટરોની અવરજવર વધી ગઇ હતી.

હુલ્લડખોરોને જ્યારે લાગ્યું કે કોઇ મોટી એકશન લેવાશે ત્યારે તેઓ દિલ્હીમાંથી ભાગી ગયા. તપાસ એજન્સીઓને એ બાબતના પુરાવા પર મળ્યા છે કે દિલ્હી પોલીસના જવાન પર બંદૂક ચલાવનાર શાહરુખ નામની વ્યકિત પણ દિલ્હી બહારથી આવેલા હુલ્લડખોરો સાથે ભાગી ગયો છે. તેના ઠેકાણાં અંગે એજન્સીઓને કેટલાક સુરાગ મળ્યા છે. આ ઉપરાંત દિલ્હીની આસપાસનાં રાજ્યોમાં પણ તપાસ એજન્સીઓની નજર છે. 

બહારથી આવેલા લોકોએ હિંસા ફેલાવી અને કોઇ પ્રોફેશનલ ક્રિમિનલની જેમ ત્યાંથી ભાગી ગયા. અશોકનગરમાં રહેતા એક વૃદ્ધે જણાવ્યું કે આ વિસ્તારમાં હિંદુ-મુસલમાનો વચ્ચે ભાઇચારો છે. આ હિંસામાં સ્થાનિક લોકો સામેલ ન હતા.

દિલ્હીમાં સાંપ્રદાયિક હિંસા દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યૂરો અધિકારી અંકિત શર્માની હત્યા પર ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આપેલા નિવેદને આ હત્યા કેસને નવો વળાંક આપ્યો છે. સ્વામીએ સવાલ કર્યો છે કે અંકિત શર્માની હત્યા કયાંક આપના પૂર્વ કોર્પોરેટર તાહિર હુસેનના ઇશારે તો કરાઇ નથી ને? કેમકે અંકિત બાંગ્લાદેશના આતંકીઓ સાથે તાહિરના સંબંધોના તાર શોધી રહ્યો હતો. 

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યું છે કે સરકારે એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે આઇબીના અધિકારી અંકિત શર્મા બાંગ્લાદેશના આતંકીઓ સાથે તાહિર હુસેનના સંબંધોના તાર તો શોધતા ન હતા ને? અને આ કારણે તાહિરના ઇશારે તેમની હત્યા કરાઇ નથી ને? જો આમ થયું હોય તો આ અત્યંત ગંભીર બાબત છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

CAA CAA Protest Delhi violence Donald Trump National News દિલ્હી CAA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ