સંબોધન /
રાહુલ બાબાના નાનાજી જે ભૂલ કરીને ગયા તે નરેન્દ્ર મોદીએ સુધારી : અમિત શાહ
Team VTV07:27 PM, 18 Jan 20
| Updated: 09:08 PM, 18 Jan 20
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આજે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં કર્ણાટકના હુબલીમાં રેલીને સંબોધન કર્યું. આ દરમિયાન રેલીમાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ હાજર રહ્યા. આ પહેલા બેંગાલુરુમાં યેદિયૂરપ્પાએ અમિત શાહનું સ્વાગત કર્યું. શાહના સિવાય કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વારાણસીમાં CAAના સમર્થનમાં રેલી કરી.
CAAના સમર્થનમાં અમિત શાહની રેલી
કર્ણાટકમાં અમિત શાહને કાળા ઝંડા બતાવાયા
અમિત શાહે કહ્યું કે, પાકિસ્તાનમાં હિન્દુઓની સાથે અત્યાચાર થયો
કોંગ્રેસ અને પાકિસ્તાન વચ્ચે શું સંબંધ : અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધી પણ કહે છે કે 370 હટાવવી ન જોઇએ. ઇમરાન ખાન પણ કહે છે કે ન હટવી જોઇએ. બંને કહે છે કે CAA લાગૂ ન થવો જોઇએ. મને નથી સમજાતુ કે કોંગ્રેસ અને પાકિસ્તાન વચ્ચે શું સંબંધ છે. રાહુલ બાબાના નાના જી જે ભૂલ કરીને ગયા હતા નરેન્દ્ર મોદીએ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવીને તેને સુધારવાનું કામ કર્યું છે.
અમિત શાહે કહ્યું કે, પાકિસ્તાનમાં હિન્દુઓની સાથે અત્યાચાર થયો. પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 30 ટકાથી ઘટીને 3 ટકા થઇ ગઇ છે. હુ હુબલીની જનતાને જણાવવા માંગુ છું કે, એ લોકોને મારી નાંખવામાં આવ્યા, તેમનું ધર્મ પરિવર્તન કરી દેવામાં આવ્યું. પાકિસ્તાનમાં મંદિર, ચર્ચ અને ગુરુદ્વારા તોડી નાંખવામાં આવ્યા.
કર્ણાટકમાં હુબલીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને ગૃહમંત્રી અમિત શાહને કોગ્રેસના કાર્યકર્તાઓએ કાળા ઝંડા બતાવ્યા. આ પહેલા અમિત શાહે સંશોધિત નાગરિકતા કાયદોને લઇને કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું.
વિપક્ષ CAAનો શા માટે વિરોધ કરી રહ્યું છે : જેપી નડ્ડા
બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, હું વિપક્ષી પાર્ટીઓને પૂછવા માંગું છું કે, CAAથી શું સમસ્યા છે? હું રાહુલ ગાંધીને CAA પર 10 લાઇન બોલવા માટે કહું છું. આ કોંગ્રેસનું દુર્ભાગ્ય છે કે તેના નેતૃત્વમાં સામાન્ય વિચારની સમજની કમી છે. તેમને CAAની વિશે કંઇજ ખબર નથી. તેમને દેશને ગુમરાહ કરી રહ્યા છે.