મહામંથન / દેશમાં કોમી એખલાસની ખાઈ ઊંડી થઈ રહી છે ?

દિલ્લીમાં હિંસાની ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને જોતજોતામાં 45 જિંદગી ટોળાનો શિકાર થઈ ગઈ. એવુ નથી કે ભારતમાં આટલા વર્ષોના ઈતિહાસમાં રમખાણ નથી થયા પરંતુ ગમે એવી સામાજિક પરિસ્થિતિ આવી ત્યારે દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહી. જો કે દિલ્લીમાં તાજેતરના રમખાણ કંઈક જુદી જ સાક્ષી પૂરે છે. સોશિયલ મીડિયામાં એવા મેસેજો ફરતા થઈ રહ્યા છે કે જેનાથી કોમી વૈમનસ્ય વધે. આપને કદાચ નવાઈ લાગશે પરંતુ અમદાવાદના એવા પરંપરાગત વિસ્તારો કે જયાંથી વર્ષોથી આપણે સૌ ચીજવસ્તુઓ ખરીદીએ છીએ તે વિસ્તારમાંથી ચીજવસ્તુઓ ન ખરીદવી એવા મેસેજીસ ફરતા થઈ ચૂક્યા છે. શું એવુ નથી લાગતું કે દેશમા આ બધી ઘટનાઓ કોમી એખલાસની ખાઈ ઉંડી કરે છે. આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ