VTV વિશેષ / દેશના ટુકડા કરવા છે, ગાળો બોલવી છે: અભિવ્યક્તિની હજુ કેટલી આઝાદી જોઈએ?

CAA NRC protesters demanding freedom are in reality destroying the peace and unity of the country

નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના વિરોધમાં દેશના ઘણા ભાગમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય દૃઢપણે રજૂ કરવાનો અને જે વાત પસંદ ન હોય તેનો વિરોધ કરવાનો અબાધિત અધિકાર મળેલો જ છે અને એમાં કંઈ ખોટું પણ નથી. રાજધાની દિલ્હીના શાહીનબાગ ખાતે એક મહિના કરતાં પણ વધુ સમયથી થઈ રહેલાં વિરોધ પ્રદર્શન બહુ ચર્ચામાં છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના રિસર્ચ સ્ટુડન્ટ શરજીલ ઈમામનો એક વીડિયો હમણાં હમણાં બહુ વાઈરલ થયો છે. આ વીડિયોમાં શરજીલે તેના ભાષણમાં દેશના ટુકડા કરવાના ઈરાદા જાહેર કરતાં વિવાદ વકર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ