નિવેદન / 'ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી છે CAA', સોનિયા ગાંધીએ કહ્યું, લોકોને ધાર્મિક આધારે વહેંચનાર છે આ કાયદો

caa is discriminatory and divisive sonia gandhi said this law is going to divide people on religious grounds

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંશોધિત નાગરિકતા કાયદો (CAA)ને વિભાજનકારી બતાવતા કહ્યું છે કે, તેનો ઉદ્દેશ્ય ભારતીયોને ધાર્મિક આધાર પર વહેંચવાનો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં તેઓએ કહ્યું કે, કોંગ્રેસના કરોડો કાર્યકર્તા સમાનતા, ન્યાય અને સન્માન માટે સંઘર્ષમાં લોકોના ખભેથી ખભો મિલાવી સાથે ઉભા રહેશે. જોકે આ બેઠકમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સામેલ નહોતા થયા. 

બ્રેકિંગ ન્યૂઝ