બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / C Voter's survey Know the mood of the people regarding Gujarat and Himachal elections
Last Updated: 09:48 PM, 22 October 2022
ગુજરાત અને હિમાચલની ચૂંટણી અનુલક્ષી જાણો જનતા મૂડ
PM મોદીનો ફેક્ટર હિમાચલ પ્રદેશ, ગુજરાતમાં ચાલશ કે કેમ?
મનીષ સિસોદિયાની CBIની પૂછપરછથી કોને થશે લાભ?
ADVERTISEMENT
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જે બાબતે ગુજરાત અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાં લોકોના અભિપ્રાયને લઈને C વોટરના સર્વેમાં ઘણી વિગતો મળી છે. સર્વેમાં PM મોદીની મંદિર મુલાકાત, ઓવૈસી ફેક્ટરથી લઈને દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની CBIની પૂછપરછ સહિતના કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમા લોકોને પૂછવામાં આવ્યું હતું કે, હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં PM મોદીનો ફેક્ટર ચાલશે કેમ?. જે સવાલના જવાબમાં 54 ટકા લોકોએ હા માં જવાબ આપ્યો હતો. તેમજ 46 ટકા લોકોનું માનવું હતું કે હિમાચલની ચૂંટણીમાં પીએમ મોદી કોઈ પણ ફેક્ટર નહીં ચાલે.
PMની ધાર્મિક સ્થળોની મુલાકાતથી લાભ થશે?
સર્વેમાં સૌથી મહત્વનો સવાલ હતો કે શું મોદીની હિંદુ ધર્મસ્થળો પરની મુલાકાતથી હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે કેમ જે સવાલના જવાબમાં 54 ટકા લોકોએ કહેવું કે હા તેનાથી ભાજપને ફાયદો થશે. તો 46 ટકા લોકોએ કહ્યું કે તેનાથી કંઈ જ ફાયદા નહીં થાય. સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે PM મોદીને પર પ્રહાર કરવાથી વિપક્ષી પક્ષોને નુકસાન થશે. જે સવાલના જવાબમાં 57 ટકા લોકોએ કહ્યું કે હા, ત્યારે જ 43 ટકા લોકો એવું માનવું કે વિરોધ પક્ષોને આનો ફાયદો થશે.
ADVERTISEMENT
મુસ્લિમ મતદારો કોના પક્ષમાં છે?
ગુજરાતની ચૂંટણીમાં મુસ્લિમ મતદારો કોને સમર્થન આપશે? કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી. આ એક એવો પ્રશ્ન છે જેની ઘણી ચર્ચા થઈ છે. ત્યાંજ અસદુદ્દીન ઓવૈસી સતત મુસ્લિમોના પક્ષ બાબતે દલીલો પણ કરતા હોય છે. આ અંગે સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે શું ઓવૈસીનો ગુજરાતમાં મુસ્લિમ મતદારો પર પકડ છે. જેમાં 69 ટકા લોકો એવા હતા જેમણે નામાં જવાબ આપ્યો. તો વળી 31 ટકા લોકો માનતા હતા કે હા ઓવૈસીનો ગુજરાતના મુસ્લિમ મતદારોમાં પકડ સારી છે.
કોંગ્રેસની રણનીતિ કેટલી અસરકારક છે?
ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ કેટલી અસરકારક છે. જે બાબતે સર્વેમાં સવાલ કરાયો કે, ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ કેવી છે? સર્વેમાં 36 ટકા લોકોએ કહ્યું કે કોંગ્રેસ ટક્કરમાં છે. તે જ સમયે, 46 ટકા લોકોએ કહ્યું કે કોંગ્રેસ આ વખતે ટક્કરમાં માં નથી. ચોંકાવનારી વાત એ સામે આવી કે 18 ટકા લોકો એવું માનતા હતા કે કોંગ્રેસ ચૂપચાપ તૈયારી કરી રહી છે. સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું ખડગેના કોંગ્રેસ અધ્યક્ષ બનવાથી કોંગ્રેસની બદલાવ આવશે. 42 ટકા લોકો માને છે કે કોંગ્રેસ પહેલા કરતા વધુ સારી થશે. 33 ટકા લોકોએ કહ્યું કે કોંગ્રેસની હાલત પહેલા કરતા વધુ ખરાબ થશે. 25 ટકા લોકો એવું માનતા હતા કે પાર્ટીમાં કોઈ ફેરફાર નહીં થાય જેમ તેમ જ રહેશ.
સિસોદિયા પર સર્વેમાં સવાલ
સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે CBIની મનીષ સિસોદિયાની પૂછપરછથી ક્યા પક્ષને ફાયદો થશે. આ સવાલના જવાબમાં 42 ટકા લોકોએ કહ્યું કે ભાજપને ફાયદો થશે. તો વળી 34 ટકા લોકોએ કહ્યું કે આનાથી આમ આદમી પાર્ટીને ફાયદો થશે. તો વળી 15 ટકા લોકોએ કહ્યું કે આનો ફાયદો કોંગ્રેસને થશે. 9 ટકા લોકો એવા હતા જેમણે કહ્યું કે આ મુદ્દાથી અન્ય પક્ષોને ફાયદો થશે. સિસોદિયાને આજના ભગત સિંહ કહેવામાં આવે છે. તે સવાલમાં 67 ટકા લોકોએ ખોટુ જણાવ્યું તેમજ 37 ટકા લોકો કહ્યું આ સાચું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.