C R Patil on rebel leaderssuspends 12 leaders from party
BIG NEWS /
C R પાટીલે બળવાખોર નેતાઓ પર 'કાતર ફેરવી', એક ઝાટકે 12 નેતાને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ, જુઓ લિસ્ટ
Team VTV08:17 PM, 22 Nov 22
| Updated: 11:30 PM, 22 Nov 22
પક્ષના મેન્ડેટ વિરૂદ્ધમાં અપક્ષ ઉમેદવારી કરતા ભાજપે બીજા તબક્કાની ચૂંટણીમાં 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.
ભાજપે બીજા તબક્કાની ચૂંટણીમાં 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા
પક્ષના મેન્ડેટ વિરૂદ્ધમાં અપક્ષ ઉમેદવારી કરતા નેતાઓ સસ્પેન્ડ
વડોદરા જિલ્લાના 3 નેતાઓ સસ્પેન્ડ
ગુજરાત ચુંટણીને લઇને ભાજપના અનેક નારાજ નેતાઑએ અપક્ષમાંથી ઉમેદવારી કરી હતી. આ તમામ નેતાઑ સામે ભાજપ મોવડી મંડળ આકરા પાણીએ થયું છે અને ભાજપે બીજા તબક્કાની ચૂંટણીમાં 12 નેતાઓને સસ્પેન્ડ કરી દિધા છે. પક્ષના મેન્ડેટ વિરૂદ્ધમાં અપક્ષ ઉમેદવારી કરતા નેતાઓ સસ્પેન્ડ થયા છે. જેમાં વડોદરા જિલ્લાના 3 નેતાઓમાં પાદરાના દિનુ પટેલ, વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ, સાવલીમાં કુલદીપસિંહ રાઉલ તથા પંચમહાલ જિલ્લામાં ખતુભાઈ પગી અને મહિસાગરમાં એસ.એમ ખાંટ અને ઉદય શાહને ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.