બ્રેકિંગ ન્યુઝ
Gayatri
Last Updated: 01:46 PM, 17 January 2021
ADVERTISEMENT
ભાવનગરમાં ભીડ?
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભાવનગરના પ્રવાસે છે. ભાવનગર જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરશે. ત્યારે સી.આર.પાટીલનું ટોળાશાહીથી સ્વાગત કરાયું હતુ. પોલીસની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યાં હતા.
ADVERTISEMENT
પાટણમાં રજની પટેલનું શક્તિપ્રદર્શન
ગુજરાતમાં ભાજપ નેતાએ ફરી ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા છે. મહામારીમાં પાટણમાં ભાજપ નેતા રજની પટેલનું શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે.
પાટણમાં ભાજપના રજની પટેલે રોડ શો યોજ્યો હતો. પાટણના ધિણોજ ગામેથી રોડ શોની શરૂઆત થઈ હતી જેમાં રજની પટેલ ખુલ્લી કારમાં સવાર થયા હતા એટલું જ નહીં ડીજેના તાલે બાઇક-ગાડીઓનો કાફલો જોવા મળ્યો હતો. લોકોને ઉત્તરાયણમાં ડીજે પર પ્રતિબંધ,નેતાઓને છુટ્ટો દોર મળી રહ્યો છે. રોડ શો માં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો.
કચ્છના ભાજપના એક બાદ એક કાર્યક્રમોમાં નિયમોનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે. પાટણ બાદ કચ્છમાં ભાજપના કાર્યક્રમોમાં નિયમોના ધજાગરા ઉડ્યા છે. ભાજપ પ્રદેશ મહામંત્રીના અભિવાદન કાર્યક્રમમાં હેકડેઠેઠ ભીડ જોવા મળી રહી છે. લોકોને વાર તહેવાર અને પ્રસંગો ઉજવવામાં રોક લગાવનાર સરકારના ખુદના જ નેતાઓ લગ્ન સમારંભમા યોજાતા દ્રશ્યો ભાજપના કાર્યક્રમ સર્જાયા હતા.
મહત્વપૂર્ણ વાત તો એ છે કે સામાન્ય પ્રજાને માસ્ક વગર જાહેરમાં ફડાકા મારતી પોલીસને આ ભાજપના નેતાઓના નિયમ ભંગ દેખાતા નથી. સરકાર દ્વારા પણ આ તમામ તાયફાઓ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. એક તરફ પ્રજા પોતાના તમામ તહેવારો પોતાના તમામ ધંધા રોજગાર, સામાજિક પ્રસંગો, પોતાની ઈચ્છાઓ, લાગણીઓ પર કાબુ રાખી સરકારને સહકાર આપી રહી છે તો બીજી તરફ સતાધારી પક્ષના જ નેતાઓ સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરે આ તો વળી કયાંનો ન્યાય?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.