વેસ્ટઇન્ડિઝ પ્રવાસ બાદ સપ્ટેમ્બરથી ટીમ ઇન્ડિયાની જર્સીમાં ચાઇનાની મોબાઇલ કંપની (ઓપ્પો) Oppo નું નામ હટી શકે છે. માર્ચ 2017માં પાંચ વર્ષ સુધી 1079 કરોડ રૂપિયાનો કરાર કરનારી ઓપ્પો કંપની પોતાના રાઇટ્સ ઇન્ડિયાની બેંગ્લોર સ્થિત બાઇજૂસ (Byju's) ને આપી શકે છે જે શિક્ષા અને ટેકનીક મામલે ઑનલાઇન ટ્યૂશન આપી શકે છે.
સૂત્રો અનુસાર એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓપ્પોએ એવો નિર્ણય લીધો છે કે એ જલ્દીથી બાઇજૂસને ટીમ ઇન્ડિયાનો અધિકાર આપી દેશે કારણ કે એનું માનવું છે કે 2017માં ટીમ ઇન્ડિયાની જર્સીની રકમ ખૂબ વધારે હતી જે વર્તમાનમાં કંપનીને ખર્ચાળ લાગી રહી છે.
ઓપ્પોએ માર્ચ 2017માં 5 વર્ષ માટે 1079 કરોડ રૂપિયામાં આ અધિકાર ખરીદ્યો હતો. બાયજૂની સ્થાપના કેરળના ઉદ્યમી બાયજૂ રવિંદ્રને કરી છે અને ઇન્ડસ્ટ્રીમાં એની કિંમત 38000 કરોડ રૂપિયાની છે. થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ એની પેરેન્ટ કંપની છે.
છેલ્લા બે સપ્તાહથી ઓપ્પો કંપની એની પર કામ કરી રહી છે. જેના કારણે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વેસ્ટઇન્ડિઝ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયાની જર્સીથી ઓપ્પોનો લોગો હટી જશે અને આગામી ઘરેલૂ સાઉથ આફ્રીકા પ્રવાસ પર ટીમ બાઇજૂસના લોકો વાળી જર્સીની સાથે મેદાનમાં ઊતરશે.
એની પર BCCI ના એક અધિકારીએ જણાવ્યું છે કે આ ડીલમાં બીસીસીઆઇને એટલી જ રકમ મળશે જેટલી ઓપ્પો કંપની આપી રહી હતી. એમાં એને કોઇ નુકસાન થવાનું નથી. આ ડીલ માર્ચ 2022 સુધી ચાલશે.