બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / by using aadhaar card number check your bank balance in these 4 easy steps know more

તમારા કામનું / તમારા આધાર કાર્ડથી પણ ચેક કરી શકાય છે બેન્ક બેલેન્સ, બસ ફોલો કરો 4 સિમ્પલ સ્ટેપ્સ

Arohi

Last Updated: 07:34 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધારની ઉપયોગિતા ઘણી છે પરંતુ શું તમને ખબર છે કે આધાર કાર્ડથી તમારૂ બેન્ક બેલેન્સ પણ ચેક કરી શકાય છે? જાણો સિમ્પલ સ્ટેપ્સ

  • આધાર કાર્ડ ખૂબ જ કામનું ડોક્યુમેન્ટ
  • તેનાથી ઘણા કામો સરળતાથી પુરા થઈ શકે છે 
  • આધાર કાર્ડથી બેન્ક બેલેન્સ પણ ચેક કરી શકાય છે 

તમારું આધાર કાર્ડ ખૂબ જ કામનું ડોક્યુમેન્ટ છે. જેનાથી ઘણા કાર્યો સરળતાથી પૂરા કરી શકાય છે. આધાર કાર્ડ પર 12-અંકનો નંબર હોય છે. જેને આધાર નંબર કહેવામાં આવે છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આ નંબર જારી કરે છે. 

તમારો આધાર નંબર તમારી પર્સનલ ડિટેલ્સ જેમ કે આઇરિસ સ્કેન, ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ સાથે લિંક હોય છે. આધાર કાર્ડનો ઉપયોગ ઓળખ અને સરનામાના પુરાવા તરીકે થાય છે. બેંક સાથે જોડાયેલા કામમાં આધારની ભૂમિકા સૌથી વધુ હોય છે. સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ આધાર ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.

આધાર કાર્ડથી ચેક કરો બેન્ક બેલેન્સ 
આધારની ઉપયોગીતા તો ઘણી છે, પરંતુ શું તમે જાણો છો કે તમારું બેંક બેલેન્સ પણ આધાર કાર્ડથી ચેક કરી શકાય છે? આધાર સાથે બેંક બેલેન્સ ચેક કરવું ખૂબ જ સરળ છે અને તે અમુક જ સિમ્પલ સ્ટેપ્સમાં થઈ શકે છે. 

પરંતુ તે પહેલા તમારે બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર લિંક કરવો પડશે. જો બન્ને પહેલાથી જ લિંક છે તો બેસ્ટ છે. જે લોકો પાસે ઈન્ટરનેટ સાથે ફોન નથી અથવા જેઓ ઈન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરતા નથી તેમના માટે આ સુવિધા વધુ ઉપયોગી સાબિત થાય છે.

આધાર નંબર પરથી ફિચર ફોન પર પણ બેંક બેલેન્સ જાણી શકો છો. સ્માર્ટફોન પર આ સુવિધા તો હોય જ છે. આવો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસમાં જાણીએ કે આધારથી બેન્ક બેલેન્સ કઈ રીતે ચેક કરી શકાય છે. 

આ પ્રોસેસ કરો ફોલો

  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી *99*99*1# ડાયલ કરો
  • હવે તમારો 12 અંકનો આધાર નંબર એડ કરો
  • તે જ નંબર ફરીથી દાખલ કરો અને આધાર નંબર કન્ફર્મ કરો
  • આ સાથે જ તમારા ફોનની સ્ક્રીન પર બેંક બેલેન્સ દેખાશે. તે ફ્લેશ મેસેજના રૂપમાં આવશે. આ ફ્લેશ મેસેજ UIDAI દ્વારા જ મોકલવામાં આવે છે. 

આ વાતોનું રાખો ખાસ ધ્યાન 
ધ્યાનમાં રાખો કે UIDAI ની આ SMS સર્વિસમાં OTPથી ઓથેન્ટિકેશનની સુરક્ષા નથી મળતી કારણ કે બેલેન્સ જાણવા માટે OTPનો ઉપયોગ નથી થતો. 

મતલબ કે જો કોઈ અન્ય વ્યક્તિ પાસે તમારું આધાર આઈડી છે. તો તે તમારા ખાતાનું બેલેન્સ પણ જાણી શકશે. તેમજ બેંક ખાતાધારકને એ પણ ખબર નથી હોતી કે કોઈએ તેનું બેંક બેલેન્સ ચેક કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ