બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / By performing Shanidev's Aarti, the damaged work will be automatically repaired, but these rules have to be followed

આસ્થા / શનિદેવની આરતી કરવાથી આપોઆપ સુધરી જશે બગડેલા કામ, પરંતુ કરવું પડશે આ નિયમોનું પાલન નહીંતર...

Megha

Last Updated: 09:54 AM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ જો ભક્તોથી પ્રસન્ન થાય છે તો તેમનું જીવન ખુશીઓથી ભરી દે છે. શનિવારનો દિવસ શનિ પૂજા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પણ પૂજા કરતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

  • હિંદુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે
  • શનિદેવની પૂજા કરતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું
  • શનિદેવ જો ભક્તોથી પ્રસન્ન થાય છે તો તેમનું જીવન ખુશીઓથી ભરી દે 

હિંદુ ધર્મમાં શનિદેવને કર્મના દાતા અને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. શનિદેવની કૃપા મેળવવા અને તેમની અશુભ દ્રષ્ટિથી બચવા માટે શનિદેવની પૂજા-અર્ચના અને ઉપાયો કરવામાં આવે છે. કહેવાય છે કે જો શનિદેવ કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તો તેને રાજા બનાવી દે છે. પરંતુ જ્યારે તેઓ કોઈ પર ગુસ્સે થાય તો તેને ક્યાંયના નથી રાખતા. શનિદેવના પ્રકોપથી લોકો જ નહીં દેવતાઓ પણ ડરી જાય છે.

શનિદેવની પૂજા કરતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું
શનિવારનો દિવસ શનિદેવતાને સમર્પિત છે. શનિદેવ સારા અને ખરાબ કર્મોનું ફળ પ્રદાન કરે છે, જેથી તેમને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, જે વ્યક્તિ સાચા મનથી શનિદેવની પૂજા કરીને પ્રસન્ન કરે તે વ્યક્તિને જીવનમાં અનેક શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. શનિવારનો દિવસ શનિ પૂજા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે શનિદેવની આરાધના કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમને શુભ ફળ આપે છે. શનિદેવ જો ભક્તોથી પ્રસન્ન થાય છે તો તેમનું જીવન ખુશીઓથી ભરી દે છે.  સાથે જ શનિદેવની પૂજા કરતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.  

શનિદેવની પૂજા કરવાનો યોગ્ય સમય
જ્યોતિષ શાસ્ત્રમાં શનિવારનો દિવસ શનિદેવતાને સમર્પિત છે. સાચા મનથી શનિદેવની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને ભક્તો પર વિશેષ કૃપા રહે છે. શાસ્ત્રો અનુસાર શનિદેવની પૂજા સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી જ કરવી જોઈએ, જેથી શનિદેવ પ્રસન્ન થાય છે. 

આ સમયે શનિદેવની પૂજા ના કરવી
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, શનિ અને સૂર્ય એકબીજાના વિરોધી છે. સૂર્ય ઉત્તર અને શનિદેવ પશ્ચિમ દિશામાં દિશામાં બિરાજમાન છે. જેથી તેઓ એકબીજાના વિરોધી છે. કહેવામાં આવે છે કે, સૂર્યોદય થાય તો સૂર્યના કિરણો શનિદેવની પીઠ પર પડે છે, જેથી તે સમયે શનિદેવની પૂજાનો સ્વીકાર કરવામાં આવતો નથી. 

શનિદેવની પૂજા સમયે આ ભૂલ ના કરવી
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવની પૂજા સમયે ક્યારેય પણ તેમની આંખોમાં ના જોવું જોઈએ. પૂજા કરતા સમયે આંખો બંધ રાખવી અથવા તેમના ચરણો તરફ જોવું. 
- શાસ્ત્રો અનુસાર શનિદેવની પૂજા કરતા સમયે તમારું મોઢું પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ. 
- શનિદેવની પૂજા કરતા સમયે રંગોનું ખાસ ધ્યાન રાખવું. આ દરમિયાન લાલ રંગના કપડાં બિલ્કુલ પણ ના પહેરવા. શનિદેવને કાળો અથવા વાદળી રંગ પસંદ છે, તેથી શનિ પૂજા દરમિયાન આ રંગના કપડાં પહેરવા તે શુભ માનવામાં આવે છે.  
- શનિદેવને ક્યારેય પણ પીઠ ના બતાવવા જોઈએ. આ પ્રકારે કરવાથી શનિદેવ નારાજ થાય છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Shani Dev Effects Shani Dev Pooja Shani Dev Puja Shanidev Shanidev Upay જ્યોતિષ શાસ્ત્ર શનિદેવ શનિદેવ પૂજા શનિદેવની કૃપા શનિવાર Shanidev
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ