બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Relationship / સંબંધ / તમારા કામનું / છોકરી સાથે મજબૂત સંબંધ કેવી રીતે વધારવો? ગર્લફ્રેન્ડ હોય તો 5 ટિપ્સ કરશે કામ, રિલેશનના દેવાશે દાખલા

સંબંધ / છોકરી સાથે મજબૂત સંબંધ કેવી રીતે વધારવો? ગર્લફ્રેન્ડ હોય તો 5 ટિપ્સ કરશે કામ, રિલેશનના દેવાશે દાખલા

Last Updated: 07:42 PM, 19 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે છોકરા-છોકરીઓ કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડની વચ્ચે વધારે લડાઈ ઝઘડા થતા હોય, તેમણે આ ટિપ્સનો ઉપયોગ કરવો જોઇએ. જેના આધારે તમે તમારા સંબંધો વધારે મજબૂત કરી  શકો છો, અને ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકો છો.

દરેક સંબંધ તેની રીતે અલગ હોય છે, મિત્રતા હોય કે સંબંધ. આ સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે. પણ જો તમારો સંબંધ હમણાં જ શરૂ થયો હોય તો પણ અને વર્ષોથી સાથે રહેતા હોય ત્યારે પણ તમારે સંબંધોની કાળજી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેના કારણે સંબંધોમાં નિખાલસતા આવે છે. અને તમારા સંબંધો વધારે મજબૂત બને છે. ત્યારે બીજી તરફ એવા પણ સંબંધો જોવા મળતા હોય છે જેમાં એકબીજા સાથે લાંબો સમયથી હોવા છતાં પહેલા જેવા સંબંધો રહ્યા ન હોય. એટલા માટે આવી મહત્વની બાબતો જેનાથી કોઇ પણ છોકરો તેની ગર્લફ્રેન્ડ સાથેના રિલેશનને હંમેશા સારી રીતે ટકાવી શકશે અને પહેલા કરતા વધારે મજબૂત સંબંધ બનાવી શકશે.

એકબીજાને સમય આપો

ક્યારેક કપલ્સ એકબીજાને સમય આપવાનું બંધ કરી દે છે. જેના કારણે તેમના સંબંધોમાં પહેલા જેવી વાત રહેતી નથી. પોતાની યાદોને તાજી રાખવા માટે એકબીજાને સમય આપવો અને પહેલીવાર મળ્યા હોય એ યાદો તાજી કરવી વધારે જરૂરી છે. જોકે જેમ જેમ સમય વીતતો જાય તેમ પરિવાર, કામ, બીજી જવાબદારીઓના કારણે કપલ્સ એકબીજાને જોઇતો સમય ફાળવી શકતા નથી. પરંતુ તમારે સમય કાઢીને સંબંધને વધારે નિખાલસ બનાવવા માટે એકબીજાને સમય આપવો જરૂરી છે.

વાતચીત બંધ ન થવી જોઇએ

કોમ્યુનિકેશન કોઇ પણ સંબંધમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જ્યાં તમારી વાત બંધ થઈ જાય ત્યા કોમ્યુનિકેશન ગેપ આવી જાય છે. જેના કારણે તમારા વચ્ચે દૂરી આવી જાય છે. જો તમારી ગર્લફ્રેન્ડ તમારાથી દૂર હોય તો તમે સંબંધને મજબૂત બનાવવા માટે તેના સાથે વધારે વાતો કરો. જેટલી વાતો વધારે થશે, એટલો તમારી બંને વચ્ચેનો સંબંધ સારો થશે. ગર્લફ્રેન્ડની સાથે દરરોજ વાતચીત કરો. અને જ્યારે પણ તે ફ્રિ હોય ત્યારે વાત કરવાનો ચાન્સ ન છોડો.

પ્રેમની ભાષા શીખો

દરેક વ્યક્તિને પ્રેમ કરવાની રીત અલગ હોય છે. શક્ય છે તમારી ગર્લફ્રેન્ડને ફોન પર વાત કરતા વિડિયો કોલ કરવાનું વધારે પસંદ હોય, તેને પાર્કમાં બેસીને કલાકો વાત કરવાની વધારે મજા આવતી હોય. જો તમે તમારા પાર્ટનરની પ્રેમની ભાષા જાણી લેશો તો સંબંધોને વધારે મજબૂત બનાવી શકશો.

સામેવાળા વ્યક્તિની વાત સાંભળો

છોકરાઓ સામાન્ય રીતે છોકરીની વાતો સાંભળતા નથી હોતા. અને પોતાની વાતો મનાવવાની કોશિશ કરતા હોય છે. આવું કરવાના કારણે તેમના સંબંધો નબળા થઇ જાય છે. કારણ કે છોકરીને એવો છોકરો જોઇએ જે તેની બધી વાતો સાંભળે. અને તે ખોટી હોય તો તેને સમજાવે પણ વાત તો પૂરી સાંભળે જ. જો તમે આવું નથી કરી રહ્યા તો આજથી શરૂ કરી દો. આ વસ્તુ તમારા સંબંધોને આગળ લઇ જવામાં મદદરૂપ થશે.

વધુ વાંચો : 'શુભ આશીર્વાદ' સમારોહમાં રાધિકા મરચન્ટનો ફર્સ્ટ લૂક, જુઓ ખૂબસુરત તસવીરો

નાની-નાની વાતો પર ઝઘડો કરવાનું ટાળો

તુ કેમ મોડી આવી, ફોન કેમ ના કર્યો, કેમ ગઇ હતી, કોની સાથે ગઇ હતી આવી ખોટી વાતો પર છોકરાઓ છોકરી સાથે ઝઘડતા હોય છે. જો તમે પણ આવું કરી રહ્યા હોય તો તમારો સંબંધ લાંબો સમય સુધી ટકશે નહીં. એટલે સારૂ એ છે કે તમે છોકરીને તેની રીતે જીવવા દો અને ઝઘડા કરવાનું ટાળો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Couple Relationship girlfriend
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ