જો તમારે પણ તમારા સ્માર્ટફોનની બેટરી વારંવાર ચાર્જ કરવી પડે છે. તો હવે તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. અમે તમારા માટે સ્માર્ટફોનની બેટરી વધારવા માટે બેસ્ટ ટિપ્સ લઈને આવ્યા છીએ.
વારંવાર ચાર્જ કરવી પડે છે સ્માર્ટફોનની બેટરી?
આ ટિપસ ફોલો કરી મેળવો તેનાથી છુટકારો
જાણો કઈ રીતે વધારશો બેટરી લાઈફ
સામાન્ય રીતે થોડી બેદરકારીના કારણે સ્માર્ટફોનની બેટરી ખરાબ થવા લાગે છે. લોકો આ તરફ ધ્યાન આપતા નથી. જ્યાં સુધી ફોન નવો હોય ત્યાં સુધી બેટરી સારી રીતે ચાલે. પરંતુ ફોન જૂનો થતાં તેની બેટરી પણ ખરાબ થવા લાગે છે અને તમારે તેને વારંવાર ચાર્જ કરવો પડે છે.
જો તમે ઈચ્છો છો કે તમારા સ્માર્ટફોનની બેટરી લાંબા સમય સુધી ચાલે અને તેને વારંવાર ચાર્જ ન કરવી પડે, તો આજે અમે તમને કેટલીક ખૂબ જ સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે તેની બેટરી લાઈફ વધારી શકો છો.
સ્માર્ટફોનને જરૂર કરો રીબૂટ
જો તમે તમારા સ્માર્ટફોનને સમયાંતરે રીબૂટ કરો છો તો તે તમારા સ્માર્ટફોનની બેટરીને ઘણી અસર કરે છે. હકીકતે રીબૂટ થવાને કારણે સ્માર્ટફોન તેની સંપૂર્ણ ક્ષમતા પર કામ કરી શકે છે અને તેની સ્પીડ સારી રહે છે. જો તમે દર અઠવાડિયે સ્માર્ટ ફોનને રિબૂટ કરશો તો તમને તેની બેટરીમાં કોઈ મુશ્કેલી નહીં આવે. પરંતુ જો તમે મહિનાઓ સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કર્યા પછી પણ તેને રિબૂટ નહીં કરો તો બેટરી ધીમે-ધીમે તેની અસર ઓછી કરશે.
મોટી ફાઈલ્સને કરો ડિલિટ
જો તમે તમારા સ્માર્ટફોનમાંથી હેવી ફાઇલ્સ ડિલીટ નથી કરતા અને તેને સ્ટોર કરતા રહો છો તો તેના કારણે સ્માર્ટફોનના પ્રોસેસર પર લોડ વધી જાય છે અને બેટરીનો વપરાશ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. જ્યારે બેટરીનો જરૂર કરતાં વધુ ઉપયોગ થાય છે, તો તેની ક્ષમતા પણ પ્રભાવિત થવા લાગે છે.
જો તમે ઈચ્છો છો કે સ્માર્ટફોનની બેટરી શ્રેષ્ઠ રીતે કામ કરે અને લાંબા સમય સુધી ચાલે તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે મોટી ફાઈલોને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી દો આમ કરવાથી બેટરીની લાઈફ વધારી શકાય છે.