બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / ફરી એકવાર ચૂંટણીની જાહેરાત, હવે આ દિવસે 7 રાજ્યોની 13 સીટો પર થશે મતદાન

રાજનીતિ / ફરી એકવાર ચૂંટણીની જાહેરાત, હવે આ દિવસે 7 રાજ્યોની 13 સીટો પર થશે મતદાન

Priyakant

Last Updated: 12:58 PM, 10 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Bye Elections Latest News : કેન્દ્રીય ચૂંટણી પંચે બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં 13 વિધાનસભા ચુંટણી માટે બહાર પાડ્યું શેડ્યૂલ

Assembly Bye Elections : દેશમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે 7 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં 13 વિધાનસભા મતવિસ્તારોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે પેટાચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. 10 જુલાઈએ ચૂંટણી યોજાશે અને 13 જુલાઈએ મતગણતરી હાથ ધરવામાં આવશે.

ચૂંટણી પંચે સોમવારે પશ્ચિમ બંગાળની ચાર બેઠકો સહિત સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. વર્તમાન સભ્યોના અવસાન અથવા રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. જે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તેમાં બિહારની રૂપૌલી, પશ્ચિમ બંગાળના રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને માણિકતલા, તમિલનાડુનું વિક્રવંડી, મધ્ય પ્રદેશનું અમરવાડા, ઉત્તરાખંડનું બદ્રીનાથ અને મેંગલોર, પંજાબના જલંધર પશ્ચિમ અને હિમાચલ પ્રદેશના દેહરા, હમીરપુર અને નાલાગઢનો સમાવેશ થાય છે.

વધુ વાંચો : PM મોદીએ પદભાર સંભાળતા જ લીધો મોટો નિર્ણય, ખેડૂતોને થશે સીધો ફાયદો

ભારતના ચૂંટણી પંચે ચૂંટણીને લઈને એક જાહેરાત કરી છે. આ પેટાચૂંટણી 10 જુલાઈએ બિહારની એક, બંગાળની 4, તમિલનાડુની 1, મધ્યપ્રદેશની 1, ઉત્તરાખંડની 2, પંજાબની 1 અને હિમાચલની 3 બેઠક પર યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ બેઠકો પર નોટિફિકેશન 14 જૂને બહાર પાડવામાં આવશે. નોમિનેશનની છેલ્લી તારીખ 21 જૂન રહેશે. 24મી જૂને નામાંકનની ચકાસણી થશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 26 જૂન નક્કી કરવામાં આવી છે. 10 જુલાઈએ મતદાન થશે અને 13 જુલાઈએ પરિણામ આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Assembly Bye Elections Election Commision of India Assembly Elections
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ