by Election vidhan sabha Radhanpur constituency Alpesh Thakor can not win
પેટા ચૂંટણી /
જો રાધનપુર બેઠક અલ્પેશ ઠાકોરના હાથમાંથી ગઈ તો થશે આવા હાલ
Team VTV11:37 AM, 24 Oct 19
| Updated: 08:57 PM, 24 Oct 19
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની 6 બેઠકો પર આજે પરિણામો આવ્યાં હતાં. જેમાં ખાસ કરીને અલ્પેશ ઠાકોર જે બેઠક પરથી ઊભાં હતાં તે રાધનપુરના પરિણામો પર સૌ કોઈની નજર છે. શરૂઆતમાં લાગી રહ્યું હતું કે ભાજપ અલ્પેશ ઠાકોરને કારણે આ બેઠક સરળતાથી જીતી જશે. કારણ કે ગત ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોરે જીતી હતી. પરંતુ બાદમાં વલણો સ્પષ્ટ થતાં અલ્પેશ આ બેઠક પરથી પાછળ ચાલી રહ્યાં છે.
અલ્પેશના નજીક ગણાતા ધવલસિંહ હાર્યા
ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા
2017માં 6માંથી ભાજપે 4 અને કોંગ્રેસ 2 બેઠક જીતી હતી.
આ બેઠક પરથી કોંગ્રેસમાંથી આયાત કરવામાં આવેલા ઉમેદવાર અલ્પેશ ઠાકોર છે. અલ્પેશ ઠાકોરની રાજનીતિ શરૂઆતથી જ હાલક-ડોલક રહી છે છે. કોંગ્રેસમાં જોડાયાના થોડા સમય બાદ જ બળવો કરી અલ્પેશે ભાજપમાં એન્ટ્રી મારી હતી. જે પછી મંત્રીપદની લાલસા હોવાનું પણ સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું.
અલ્પેશ કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે જો હારી જાય તો તેનું રાજકીય કરિયર જોખમમાં મુકાશે. અલ્પેશ માટે સ્થિતિ એવી સર્જાશે કે ન તે ઘરનો રહેશે ન તો તે ઘાટનો રહેશે. કારણ કે રાધનપુર બેઠક જીતાડવાના દમ પર જ તેને ભાજપમાં એન્ટ્રી મળી હતી. આવામાં મંત્રીપદની આશા રાખીને બેઠેલા અલ્પેશ જો હારી જશે તો ભાજપમાં મંત્રી પદ તો દૂર પરંતુ જોઈએ એવું મહત્વ પણ અપાશે નહીં.
નિરસ રહ્યું મતદાન
અલ્પેશ ઠાકોરે પોતાની પરંપરાગત સીટ રાધનપુરથી ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં સવારથી જ લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ જોવા નહોતી મળતી. ઉપરથી નિરસ મતદાનને જોતા મતદારોનો ઉત્સાહ વધારવા માટે અલ્પેશે કાર્યકરોને દોડાવ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં અલ્પેશે કહ્યું હતું કે, સવારે લોકો ખેતરે ગયા હોય જેથી બપોર બાદ પૂર જોશમાં મતદાન થશે પણ એવું ય થયું ન હતું. જેથી આજના પરિણામમાં અલ્પેશ વિરૂદ્ધ રઘુ દાસમાંથી કોણ બાજી મારે છે તે જોવાનું રહેશે ?
બાયડની બેઠક ઉપરથી ધવલસિંહની હાર
અલ્પેશનો હાથ પકડીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધવલસિંહને પણ જીતના ફાંફા પડ્યા હતા અને હવે તેમે હારનો સામનો કરવો પડી રહ્યો છે. બાયડ બેઠક પરથી ભાજપે ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવાનું વચન આપ્યુ હતુ અને તે નિભાવ્યું પણ હતુ. ધવલસિંહ ઝાલા 2017માં કોંગ્રેસમાંથી આ જ બેઠક માટે ચૂંટણી લડ્યો હતો અને જીત્યો હતો. પરંતુ પક્ષપલટાની રમતમાં જનતાનો સાથ તેને સાંપડી નથી રહ્યો. કોંગ્રેસે જશુભાઇ પટેલને ટિકિટ આપી છે જે ધવલસિંહને બરોબરની ટક્કર આપીને આગળ નીકળી ગયા છે. આ બેઠક ઉપર કોંગ્રેસની જીતી ગયુ છે.
ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા
2017માં 6માંથી ભાજપે 4 અને કોંગ્રેસ 2 બેઠક જીતી હતી. 4 ધારાસભ્યો સાંસદ બનતા બેઠકો ખાલી થઇ હતી. 2 ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા બેઠકો ખાલી થઇ હતી.