બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ...તો તમે પણ દર મહીને બચાવી શકશો હજારો રૂપિયા, એ કઇ રીતે? સમજો ગણિત

સેવિંગ ટિપ્સ / ...તો તમે પણ દર મહીને બચાવી શકશો હજારો રૂપિયા, એ કઇ રીતે? સમજો ગણિત

Last Updated: 02:34 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂ ટેક્સ રેઝિમમાં સામેલ થઈ ટેક્સ પેયર્સ વર્ષે અનેક રૂપિયા બચાવી શકે છે. જે લોકો PPF,લાઇફ ઈન્શ્યોરન્સ, NSCમાં રોકાણ કરે છે તેમના માટે ઓલ્ડ ટેક્સ રેઝિમ પણ ચાલુ રાખવામાં આવી છે.

ઇન્કમ ટેક્સ ફાઈલ કરવાની પ્રોસેસ શરુ થઇ ગઇ છે. લોકો પાસે બે પ્રકારના ઓપ્શન છે , ઓલ્ડ ટેક્સ રેઝિમ અને ન્યૂ ટેક્સ રેઝિમ. જે લોકો ઇન્કમ ટેક્સ પેયર્સ છે તેમના માટે એ જાણવું જરૂરી છે કે તમારા માટે કઈ વ્યવસ્થા ફાયદાકારક છે. વર્ષ 2020ના બજેટમાં નાણામંત્રીએ IT Actની કલમ 115BAC હેઠળ ન્યૂ ટેક્સ રેઝિમ વ્યવસ્થા લાગૂ કરી હતી. જેમાં ટેક્સ રેટ પણ ઘટાડ્યો હતો.

ન્યૂ ટેક્સ રેઝિમમાં અલગ અલગ કલમો હેઠળ મળતી કેટલીક રાહતોને બંદ કરી દેવામાં આવી હતી. આ સાથે ઓલ્ડ ટેક્સ રેઝિમ પણ ચાલુ જ રખાઈ હતી. જેમાં ટેક્સ રેટ જૂના જ રાખવામાં આવ્યા હતા. આજે આપણે આ બંને ટેક્સ વ્યવસ્થામાં કેટલો ટેક્સ ભરવાનો થાય છે, કેટલો લાભ થાય છે તે જાણવાનો પ્રયાસ કરીશું.

જૂની ટેક્સ વ્યવસ્થામાં વાર્ષિક 5 લાખથી ઓછી આવક પર ટેક્સમાં રાહત મળે છે તો નવી ટેક્સ વ્યવસ્થામાં તે રકમ 7 લાખ છે. નવી ટેક્સ વ્યવસ્થામાં 3 લાખ સુધી કોઈ કર લાગતો નથી. 3થી 6 લાખની આવક પર 5 ટકા, 6થી 9 લાખની આવક પર 10 ટકા, 9થી 12 લાખની આવક પર 15 ટકા, 12થી 15 લાખની આવક પર 20 ટકા અને 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ભરવો પડે છે. નવી ટેક્સ વ્યવસ્થા તે લોકો માટે ખૂબ ફાયદાકારક છે જે PPF, NCS સહિતની બચત યોજનામાં રોકાણ નથી કરતા તથા જે HRA પર ટેક્સમાં રાહત નથી મેળવતા અને જે ભાડાના મકાનમાં નથી રહેતા.

આવક 7.50 લાખ હોય તો

નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ વાર્ષિક આવક 7,00,000 રૂપિયા હોય તો જ કર યોગ્ય માનવામાં આવશે. કલમ 87એ હેઠળ રાહત આપવામાં આવશે. તેને જૂની ટેક્સ વ્યવસ્થા કરતા નવામાં 49,140 રૂપિયાનો લાભ થશે.

આવક 10 લાખ હોય તો

જો વ્યક્તિની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા હોય તો જૂની ટેક્સ પ્રણાલી હેઠળ તેને 99,320 રૂપિયા ટેક્સ ચૂકવવાનો થાય છે. અને નવી ટેક્સ પ્રણાલી હેઠળ 54,600 રૂપિયા ચૂકવવાના થાય છે. મતલબ કે નવી પ્રણાલીમાં તેને 44,720 રૂપિયાનો ફાયદો થશે.

આવક 12.50 લાખ હોય તો

વ્યક્તિની વાર્ષિક આવક 12.50 લાખ રૂપિયા હોય તો જૂની ટેક્સ વ્યવસ્થામાં 1,65,750 રૂપિયા ચૂકવવાના થાય છે. અને નવી ટેક્સ પ્રણાલીમાં 93,600 રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે. આથી તેને નવી પ્રણાલીમાં 72,150 રૂપિયાનો ફાયદો થાય છે.

આવક 15 લાખ હોય તો

જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ 15 લાખની વાર્ષિક આવક પર 2,41,020 રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે અને નવી ટેક્સ રેઝિમમાં 1,45,600 રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે. આમ નવી પ્રણાલીમાં વ્યક્તિને 95,420 રૂપિયાનો ફાયદો થાય છે.

આવક 20 લાખ હોય તો

જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ 20 લાખની વાર્ષિક આવક પર 3,91,560 રૂપિયા ઈન્કમ ટેક્સ ભરવો પડે છે. પરંતુ નવી ટેક્સ વ્યવસ્થામાં 2,96,400 રૂપિયા જ ટેક્સ ભરવાનો થાય છે. આમ ન્યૂ ટેક્સ રેઝિમમાં 95,160નો લાભ થાય છે.

આવક 25 લાખ હોય તો

જે કોઈ વ્યક્તિ વર્ષે 25 લાખ રૂપિયા કમાય છે તો ઓલ્ડ ટેક્સ રેઝિમમાં તેને 5,42,100 રૂપિયા ટેક્સ ચુકવવાનો થાય છે અને ન્યૂ ટેક્સ રેઝિમમાં 4,52,400 રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે. આમ તેને ન્યૂ ટેક્સ રેઝિમમાં 89,700 રૂપિયાનો લાભ થાય છે.

વધુ વાંચો : માલામાલ થવું હોય તો ચોમાસામાં આ 5 પ્રકારના લીંબુની કરો ખેતી, મળશે મબલખ ઉત્પાદન

આવક 30 લાખ હોય તો

જો તમે જૂની ટેક્સ પ્રણાલીમાં આવો છો તો વાર્ષિક 30 લાખની આવક પર 6,92,640 રૂપિયા ઇન્કમ ટેક્સ ચુકવવાનો થાય છે. અને નવી પ્રણાલીમાં 6,08,400 રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે જેથી તેને 84,240 રૂપિયાનો લાભ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Income Tax Saving Tips Old Tax Regime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ