Technology / ભારતમાં 2023 સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 90 કરોડને આંબી જશે

By 2023, the number of Internet users in India will reach 90 million

ભારત દુનિયાભરમાં મોબાઇલનું સૌથી મોટું બજાર બન્યો છે. તેની સામે ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યા પણ સતત વધી રહી છે. દુનિયાભરમાં ભારત એવો દેશ છે જયાં આજે પણ ઇન્ટરનેટ સૌથી સસ્તું છે. દર મહિને અનેક નવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવે છે.હવે સિસ્કોએ એક અહેવાલમાં કહ્યું છે કે 2023 સુધીમાં ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 90 કરોડને આંબી જશે. જે દેશની વસ્તીના 64 ટકા થાય છે. વર્ષ 2018માં, ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 76.3 કરોડ હતી જેમાં 2023 સુધીમાં 15 કરોડથી પણ વધુનો ઉમેરો થશે.

બ્રેકિંગ ન્યૂઝ