ભારતમાં લોકો વાહનને લેતા પહેલાં ઘણી બધી વેબસાઈટ ચેક કરે છે. જેમાં તેઓ વધુ માઈલેજ, સસ્તી અને બજેટમાં આવતી ગાડીઓની શોધ કરે છે. હાલ જો તમે ગાડી લેવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ 5 લાખ રૂપિયા છે તો અમે તમને એવી બેસ્ટ ગાડીઓ વિશે જણાવી રહ્યાં છીએ જે ઓછાં બજેટમાં સારી માઈલેજ આપશે.
નવા વર્ષમાં ખરીદો આ 5 સસ્તી ગાડીઓ
મળશે વધુ માઈલેજ અને બેસ્ટ ફીચર્સ
તમારા બજેટમાં આવશે આ ગાડીઓ
Hyundai Grand i10
હ્યૂન્ડાઈએ ભારતમાં આ વર્ષે Grand i10નું i10 Nios વર્ધન લોન્ચ કર્યું હતું. જે ફિટ એન્ડ ફિનિશમાં પહેલાં કરતાં વધુ સારી છે. i10 Nios પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની શરૂઆતી કિંમત 5 લાખ રૂપિયા ઓન રોડ રાખવામાં આવી છે. i10 Nios 20થી
26 kmpl સુધી માઈલેજ આપે છે.
Maruti WagonR
મારૂતિની સૌથી લોકપ્રિય હેચબેક કાર વેગનઆર થર્ડ જનરેશનને આ વર્ષે જાન્યુઆરીમાં જ લોન્ચ કરવામાં આવી હતી. મારૂતિએ અત્યાર સુધી આ કારના 1 લાખથી વધુ યૂનિટ વેચી દીધા છે. આ કારની કિંમત માર્કેટમાં 4.86 લાખ રૂપિયા ઓન રોડ રાખવામાં આવી છે. જ્યારે વેગનઆર 20થી 33kmpl સુધીની માઈલેજ આપે છે. આ ગાડી સૌથી પહેલાં વર્ષ 1999માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને ગયા વર્ષે કંપની આ કારના ત્રણ જનરેશન લોન્ચ કરી ચૂકી છે.
Maruti Alto
મારૂતિની એન્ટ્રી લેવલની અલ્ટો કારને ભારતમાં લગભગ 38 લાખ લોકો ખરીદી ચૂક્યા છે. આ કાર સૌથી પહેલાં વર્ષ 2000માં લોન્ચ કરવામાં આવી હતી. તે પેટ્રોલ અને સીએનજી બંને વેરિઅન્ટમાં ઉપલબ્ધ હતી. મારૂતિ અલ્ટોની કિંમત 3.21 લાખ રૂપિયા ઓન રોડ રાખવામાં આવી છે અને આ કાર 22.05 kmpl માઈલેજ આપે છે.
Datsun Redi Go
ડેટસનની એન્ટ્રી લેવલની રેડી ગો કાર ભારતમાં લોન્ચ કરતાં જ ખૂબ જ પોપ્યૂલર થઈ ગઈ છે. આ કારમાં માત્ર પેટ્રોલ એન્જિન વેરિઅન્ટ જ મળે છે. તેની ઓન રોડ કિંમત 3.15 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે માઈલેજમાં આ કાર 22થી 23 kmpl આપે છે.
Renault Kwid
રેનોની ક્વિડ કંપનીની એન્ટ્રી લેવલ સેગમેન્ટની બેસ્ટ સેલિંગ કાર છે. અત્યાર સુધી કંપનીએ તેના 4 લાખ યૂનિટ વેચ્યા છે. આ કારની કિંમત 3.21 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે આ કાર 23થી 25 kmpl માઈલેજ આપે છે.