Buy not only gold on Dhanteras but these two favorite things of Maa Lakshmi, will be a lifetime blessing.
Diwali 2022 /
ધનતેરસ પર ફક્ત સોનું જ નહીં પણ ખરીદો મા લક્ષ્મીની આ બે પ્રિય વસ્તુઓ, જીવનભર બની રહેશે આશીર્વાદ
Team VTV02:50 PM, 21 Oct 22
| Updated: 02:51 PM, 21 Oct 22
ધનતેરસના દિવસે બીજી મોંઘી વસ્તુઓની સાથે સાથે સાથે સાવરણી અને ધાણા ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ધનતેરસને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે
ધનતેરસના દિવસે ખાસ ખરીદો સાવરણી
ધનતેરસ પર કેમ ખરદીવા જોઈએ ધાણા
દિવાળીનો તહેવાર શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આપણા ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનાનિ અમાસના દિવસે ઉજવવામાં આવે છે અને તેના બીજા દિવસે કારતક મહિનાની શરૂઆત થાય છે અને ગુજરાતીઓના નવા વર્ષની પણ શરૂઆત થાય છે. ધનતેરસનો તહેવાર આસો મહિનાની તેરસ પર ઉજવવામાં આવે છે. ધનતેરસને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધનતેરસનો તહેવાર દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર આ દિવસે માતા લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને અન્ન અને ધનનો ભંડાર ભરી દે છે.
વર્ષોથી ચાલી આવી છે પરંપરા
આ વર્ષે ધનતેરસ 22 ઓક્ટોબર 2022ના રોજ છે. ધનતેરસના દિવસે સોના, ચાંદી, વાસણો, વાહનો અને ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોથી લઈને અનેક વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. ધનતેરસના દિવસે તમે ગમે તેટલી મોંઘી કે ખાસ ખરીદો પણ જ્યાં સુધી તમે સાવરણી અને ધાણા જેવી વસ્તુઓ નહીં ખરીદો ત્યાં સુધી તમને દેવી લક્ષ્મીની ખુશ નહીં થાય. ધનતેરસના દિવસે એ વસ્તુઓની સાથે સાથે સાથે સાવરણી અને ધાણા ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ધનતેરસ પર તમારે સાવરણી અને ધાણા ખરીદવાનું શું મહત્વ છે આજએ અમે તમને એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ધનતેરસના દિવસે ખાસ ખરીદો સાવરણી
ધનતેરસના દિવસે ખાસ સાવરણી ખરીદવી જોઈએ. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તમને જણાવી દઈએ કે સાવરણી એ સ્વચ્છતા સાથે જોડાયેલી વસ્તુ છે અને કહેવાય છે કે જે ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, ત્યાં ધન અને વૈભવની દેવી લક્ષ્મીનો વાસ જરૂરથી થાય છે. જો તમે ધનતેરસના શુભ દિવસે સાવરણી ખરીદો છો તો તેનાથી ગરીબી દૂર થાય છે અને દેવામાંથી મુક્તિ મળે છે. જો કે આ દિવસે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે કે આ દિવસે ફૂલો, ફૉમ, પ્લાસ્ટિક કે અન્ય પ્રકારની સાવરણી ન ખરીદવી જોઈએ. ધનતેરસ પર માત્ર વાંસથી બનેલ સાવરણી ખરીદવી જ શુભ માનવામાં આવે છે.
ધનતેરસ પર કેમ ખરદીવા જોઈએ ધાણા
જો તમે ધનતેરસ પર જે લોકો ખૂબ વસ્તુઓ ન ખરીદી શકતા હોય એ લોકોએ આખા ધાણા ખરીદવા જોઈએ. કહેવાય છે કા આખા ધન ખરીદવાથી પણ મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. મા લક્ષ્મીને ધાણા ખૂબ જ પ્રિય છે અને ધનતેરસના દિવસે ધાણા ખરીદીને પૂજા કરતાં સમયે મા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવા જોઈએ. આવું કરવાથી ઘરમાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.