બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / buy medicine medical store the government has now tightened the rules DCGI

તમારા કામનું / મેડિકલ સ્ટોરથી દવા લેતા જાઓ તે પહેલા આટલું જાણી લેજો, સરકારે હવે કડક કર્યા છે નિયમ

Pravin Joshi

Last Updated: 04:23 PM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના ડ્રગ રેગ્યુલેટર ડીસીજીઆઈએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલર અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને એક મહત્વપૂર્ણ પત્ર લખ્યો છે. જેમાં તેમણે રિટેલ મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટ પોતે હાજર હોય તેની ખાતરી કરવા જણાવ્યું છે.

  • ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને એક મહત્વનો પત્ર લખ્યો
  • રિટેલ મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટ પોતે હાજર રહેવા આદેશ 
  • દવાઓનું વેચાણ પર સીધી નજર રાખવા જણાવ્યું

ભારતના ડ્રગ નિયામક DCGI એ તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલર અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને એક મહત્વનો પત્ર લખ્યો છે. જેમાં તેમણે તેમને એ ખાતરી કરવા કહ્યું છે કે રિટેલ મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટ પોતે હાજર રહે અને દવાઓનું વેચાણ તેમની સીધી દેખરેખ હેઠળ થાય.  એક પત્રમાં  ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ડૉ  રાજીવ સિંહ રઘુવંશીએ  રિટેલ ફાર્મસી એક્ટ, 1947ની સેક્શન 42 (a) અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ  1945ના નિયમ 65ના અમલ વિશે વાત કરી છે. 

શું છે નવા નિર્દેશ ?

DCGI એ  9 માર્ચે મોકલવામાં આવેલા એક પત્રમાં કહ્યું કે એ સુનિશ્ચિત કરો કે રિટેલ ફાર્માસિસ્ટ અથવા મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટ પોતે હાજર રહે અને દવાઓનું વેચાણ તેમની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવે. તેમાં કહેવામાં આવ્યું છે કે એ પણ ખાતરી કરો કે સાચા અને માન્ય પ્રિસ્ક્રિપ્શનના રિટેલ મેડિકલની દુકાનોમાંથી કોઈ  પ્રિસ્ક્રિપ્શન દવાનું વેચાણ ન કરવામાં આવે. ડ્રગ રેગ્યુલેટરે મુંબઈના IPAમાં રાષ્ટ્રીય મહાસચિવ સુરેશ ખન્નાના પત્રનો હવાલો આપ્યો છે. જેમાં તેમણે ફાર્મસી એક્ટ, 1947ની કલમ 42(a) અને ડ્રગ્સ કોસ્મેટિક્સ એક્ટના 1945 નિયમ 65 ના અમલીકરણ સંબંધિત મુદ્દાઓને પ્રકાશિત કર્યા છે. 

PLI યોજના હેઠળ  ફાર્માસ્યુટિકલ્સ વિભાગે ફાર્માસ્યુટિકલ્સ માટે પ્રથમ હપ્તો જાહેર કર્યો 

આ પહેલા ગયા મહિને  પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ  ફાર્માસ્યુટિકલ્સ વિભાગે ફાર્માસ્યુટિકલ્સ માટે પ્રથમ હપ્તો જાહેર કર્યો હતો. જણાવી દઈએ કે આ અંતર્ગત ફાર્માસ્યુટિકલ્સ માટે 166 કરોડ રૂપિયાની પ્રોત્સાહક રકમનો પ્રથમ હપ્તો ચાર પસંદ કરાયેલા અરજી કરનારાઓને જારી કરવામાં આવ્યો હતો. આ પગલાની અસર દેશમાં હાઈ-એન્ડ મેડિકલ ઈક્વિપમેન્ટના પાર્ટ્સના ઉત્પાદનમાં આત્મનિર્ભરતાની દિશામાં જોવા મળશે. સરકારની આત્મનિર્ભર પહેલ હેઠળ  ફાર્માસ્યુટિકલ્સ વિભાગે  2021 માં ફાર્માસ્યુટિકલ્સ માટે પીએલઆઈ યોજના શરૂ કરી. આ પીએલઆઈ યોજના હેઠળ નાણાકીય ખર્ચ છ વર્ષના સમયગાળામાં 15,000 કરોડ છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં 55 અરજદારોની પસંદગી કરવામાં આવી છે,  જેમાં 20 સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) સામેલ છે. નાણાકીય વર્ષ 2022-2023 એ PLI યોજના માટે ઉત્પાદનનું પ્રથમ વર્ષ હોવાથી  DoP એ બજેટ ખર્ચ તરીકે 690 કરોડની ફાળવણી કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

DCGI Government Medical Store Medicine tightened tightened the rules dcgi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ