બ્રેકિંગ ન્યુઝ
4 ફોટો ગેલેરી
Last Updated: 09:27 PM, 24 June 2024
1/4
આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતી ધાતુઓની કિંમતોમાં થયેલા ઘટાડા વચ્ચે, સોમવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 120 ઘટીને રૂ. 73,480 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ પાછલા બંધ ભાવની સરખામણીમાં રૂ. 400 ઘટીને રૂ. 91,900 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 92,300 પ્રતિ કિલોના સ્તરે બંધ રહ્યો હતો.
2/4
HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "દિલ્હીના બજારોમાં સ્પોટ ગોલ્ડ (24 કેરેટ)ના ભાવ 72,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા. તે અગાઉના બંધ ભાવ કરતાં રૂ. 120 નબળો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2,318 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે ચાંદી 29.47 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી.
3/4
શુક્રવારે જાહેર કરાયેલા યુએસ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસના પીએમઆઈ ડેટા અપેક્ષા કરતા વધુ મજબૂત આવ્યા બાદ સોમવારે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, જેના કારણે વેપારીઓને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાના સમય પર પુનર્વિચાર કરવાની ફરજ પડી હતી. એમ ગાંધીએ જણાવ્યું હતું.
4/4
સોમવારે સાંજે સ્થાનિક વાયદાના કારોબારમાં સોનામાં વધારો જોવા મળ્યો હતો. એમસીએક્સ એક્સચેન્જ પર, 5 ઓગસ્ટ, 2024ના રોજ ડિલિવરી માટેનું સોનું 0.15 ટકા અથવા રૂ. 108ના વધારા સાથે રૂ. 71,692 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. તે જ સમયે, 5 જુલાઈ, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી હાલમાં 0.10 ટકા અથવા 91 રૂપિયાના વધારા સાથે 89,221 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ