બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / બોઇંગ પ્લેનથી 6000 દુર્ઘટનાઓ ઘટી ચૂકી, છતાંય કેમ વિશ્વના 150 દેશ કરી રહ્યાં છે ખરીદી?

બિઝનેસ / બોઇંગ પ્લેનથી 6000 દુર્ઘટનાઓ ઘટી ચૂકી, છતાંય કેમ વિશ્વના 150 દેશ કરી રહ્યાં છે ખરીદી?

Charmi Maheta

Last Updated: 04:54 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તે બોઇંગ કંપનીનું 787-8 ડ્રીમલાઇનર હતું. બોઇંગ 787 અંગે અગાઉ ઘણી ખામીઓના કેસ સામે આવ્યા છે. ચાલો જાણીએ કે બોઇંગના વિમાનોની દુર્ઘટનાઓના કારણો શું છે, કંપની ક્યારે સ્થપાયી, કેટલા વિમાનો તૈયાર કરે છે અને વિશ્વમાં કેટલા દેશ બોઇંગના વિમાનો ખરીદે છે.

અમદાવાદથી લંડન (ગેટવિક)જતું એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા લોકોના મનમાં અનેક સવાલ ઊભા થયા છે. જેમ કે ભૂતપૂર્વ ઘટનાઓ પર નજર નાખીએ તો બોઇંગ 787ની ક્ષતિઓ ઘણી વાર સામે આવી ચૂકી છે, 2023માં લંડન જતી ફ્લાઇટમાં આગની ચેતવણીવાળી લાઇટ ચાલુ થતાં તેને નવી દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી, 2024માં બાંગ્લાદેશથી સાઉદી જતી બોઇંગ 787ની કોકપિટના કાચમાં તિરાડ પડી, મે 2025માં હૈદરાબાદથી ફ્રેન્કફર્ટ જતી લુફ્થાંસા ફ્લાઇટે નોઝવ્હીલ (nosewheel)ની ખામી બાદ ટેકઓફ જ ન કર્યું, બ્રેક લગાવતાં ટાયરોની હવા નીકળી ગઈ.

અમદાવાદમાં ક્રેશ થયેલું વિમાન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતું. એવિએશન સેફ્ટી નેટવર્કના ડેટા મુજબ બોઇંગ 787ની આ પહેલી દુર્ઘટના છે. પહેલાં ક્યારેય આ બે એન્જિનવાળા મોટા કદના વિમાનની દુર્ઘટના સર્જાઇ નથી. તેમાં 254થી 267 સીટની ક્ષમતા હોય છે બિઝનેસ અને ઈકોનોમી ક્લાસ મળીને. ત્યારે બોઇંગના અન્ય મોડેલો સાથે અત્યારસુધીમાં લગભગ 6000 દુર્ઘટનાઓ સર્જાય ચૂકી છે. જેમાંથી 400થી વધુ ગંભીર અને 9000થી વધુ લોકોના મૃત્યુ થયા છે.

કેમ થાય છે બોઇંગના વિમાનો સાથે આટલી બધી દુર્ઘટનાઓ?

વિશ્વભરમાં કમર્શિયલ વિમાનો બનાવતી માત્ર બે જ મોટી કંપનીઓ છે બોઇંગ(અમેરિકા) અને એરબસ(યુરોપ). એક અહેવાલ અનુસાર યુરોપ, એશિયા અને નોર્થ અમેરિકામાં મોટાભાગે બોઇંગના વિમાનોનું જ ચાલે છે. આજે વિશ્વના 150થી વધુ દેશો બોઇંગના વિમાનોનો ઉપયોગ કરે છે. બોઇંગની વેબસાઇટ મુજબ વિશ્વમાં કુલ મુસાફરી વિમાનોમાં 14,000થી વધુ બોઇંગ વિમાનો સેવા આપે છે.

બોઇંગ કંપનીની શરૂઆત

બોઇંગની સ્થાપના 1916માં વિલ બોઇંગે અમેરિકા ના સિયેટલ શહેરમાં કરી હતી. 1933માં પ્રથમ સફળ વિમાન Model 247 લોન્ચ કર્યું હતું. બોઇંગનો દાવો છે કે તેના 737 Max, 777X અને 787 ડ્રીમલાઇનર જેવી શ્રેણીઓ આજે વિશ્વના મુસાફરી વિમાનોના 90% માર્કેટ પર વર્ચસ્વ છે.

737 Max વિમાનો અને ભયંકર દુર્ઘટનાઓ

બોઇંગ 737 Max મોડેલ સાથે 2018 અને 2019માં બે મોટાં અકસ્માતો થયા હતાં. પછીની તપાસમાં જાણવા મળ્યું કે MCAS (Maneuvering Characteristics Augmentation System) નામની ઓટોમેટિક સિસ્ટમમાં ખામી હતી. પાઈલટને આ સિસ્ટમ વિશે પૂરતી માહિતી આપવામાં આવી નહોતી. આ બંને દુર્ઘટનાઓમાં 346 મુસાફરો અને ક્રૂના મોત થયા. બાદમાં બોઇંગએ મોડલ સુધાર્યું અને 737-800 લોન્ચ કર્યું.

આ પણ વાંચો: ટેક ઑફ વખતે કેમ વારંવાર પ્લેન ક્રેશ થઇ જતું હોય છે? જાણો 5 મોટા કારણ

787 ડ્રીમલાઇનર અને આંતરિક ખુલાસાઓ

જ્યારે 787ની પહેલાં કોઈ મોટી દુર્ઘટના નોંધાઈ નહોતી, ત્યારે પણ ઘણા સવાલો ઊઠતા રહ્યા છે.સેમ સાલેહપુરે (બોઇંગના એન્જિનિયર)કહ્યું કે વિમાનના ફ્યુઝલાજના ભાગો દબાણથી અને બિનમર્યાદિત રીતે જોડવામાં આવ્યા છે. 2020થી જ તેમણે બોઇંગ સામે આંદોલન કર્યું હતું.જોન બાર્નેટ કહે છે કે 25% બોઇંગ વિમાનોના ઇમરજન્સી માસ્ક ઉડાન દરમિયાન નિષ્ફળ થઈ શકે છે. 2024માં બાર્નેટનું અવસાન થયું, પરિવારજનોનો આરોપ છે કે બોઇંગના દબાણથી તેમને માનસિક આઘાત મળ્યો. રિચાર્ડ ક્યુવાસે 2023માં બોઇંગની ઘાતકી ગુણવત્તા સામે અવાજ ઉઠાવતાં નોકરીથી કાઢી મુકાયા હતાં.

બોઇંગનો બચાવ

કંપનીએ તમામ આરોપો નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે 787 ડ્રીમલાઇનર સંપૂર્ણ રીતે સલામત છે, લાંબા ગાળે તેના ઉપયોગથી કોઇ તાત્કાલિક જોખમ નથી. પરંતુ હવે અમદાવાદ દુર્ઘટનાએ બોઇંગના આ દાવાઓ સામે મોટાં સવાલ ઉભા કર્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

BoingPlaneCrash Boeing Plane Crash controversy 787-8Dreamliner
Charmi Maheta
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ