બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Businessman Navneet Shah donates gold to Ambaji temple

દાનવીર / છેલ્લા 20 વર્ષમાં માં અંબાના ભક્તે કર્યું 20 કિલો સોનાનું દાન, આ વર્ષ પણ આપી મોટી સોનાની ભેટ, જુઓ કોણ છે દાતાર

Vishnu

Last Updated: 12:01 AM, 21 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે આ વર્ષે 500 ગ્રામ સોનાની ભેટ આપી

  • અંબાજી મંદિરમાં 500 ગ્રામ સોનાની ભેટ
  • નવનીત શાહે મંદિરને સોનાનું દાન આપ્યું
  • અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે દાન

સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે અને કામગીરી થઈ રહી છે. અનેક ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે અંબાજી માતાના ભક્તે 500 ગ્રામ સોનાનું દાન કર્યું હતું. જેની કિંમત અંદાજે 24 લાખ 50 હજાર આંકી શકાય છે. માં અંબાનો આ ભક્ત બીજું કોઈ નહીં પણ વર્ષોથી દાતાર રહેલા નવનીત શાહ છે દર વર્ષે માં અંબાના ચરણોમાં સોનાની ભેટ આપે છે.

છેલ્લા 20 વર્ષમાં નવનીત શાહે કર્યું છે 20 કિલો સોનાનું દાન
અંબાજી મંદીરમાં દર વર્ષની જેમ ભાદરવી પૂનમના દિવસે સોનાનું દાનનો અવિરત અખૂટ પ્રવાહ આ વખત પણ રહ્યો છે. જાણીતા બિઝનેસમેન નવનીત શાહે આ વખતે પણ 500 ગ્રામ એટલે કે અંદાજિત  24 લાખ 50 હજારના કિમંતના સોનાનું દાન માં અંબામાં મંદિરમાં આપ્યું છે. દાનવીર કહેવાતા નવનીત શાહ છેલ્લા 20 વર્ષથી સોનાનું દાન દર વર્ષ કરતા આવે છે અને અત્યાર સુધી તેમણે 20 કિલો સાનાનું દાન અંબાજી મંદિર ખાતે કરી દીધૂ છે. જણાવી દઈએ કે પ્રાપ્ત માહિતી અનુસાર નવનીત શાહ એક ફાર્મા સ્યુટિકલ કંપનીના માલિક છે જે માં અંબા પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. આ દાન તેમણે અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે કર્યું છે.

અત્યાર સુધી મા અંબાના સુવર્ણ શિખરમા 140 કિલો 435 ગ્રામ સોનુ 15 હજાર 711 કિલો તાંબુ વપરાયું છે.  ત્યારે મા અંબાના મંદિરને સુવર્ણમય બનાવવા અનેક ભક્તો દાનની સરવાણી વહાવી રહ્યા છે ત્યારે ભક્તો થકી માં અંબાનું મંદિર જલ્દી સુવર્ણમય બનશે એવી આશા સેવાઇ રહી છે.મા ભક્તોનો મનમૂકીને અંબા માતાના ચરણોમાં દાન કરી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Temple Banaskantha Businessman Navneet Shah donates gold અંબાજી મંદિર ઉદ્યોગપતિ નવનીત શાહ બનાસકાંઠા સોનું દાન Ambaji Temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ