Wednesday, June 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ક્રાઇમ / એક અફવા ફેલાવી અને જીવન થઈ ગયું બરબાદ, દેશનો પ્રથમ કિસ્સો જેમાં મળી આજીવન કેદ

એક અફવા ફેલાવી અને જીવન થઈ ગયું બરબાદ, દેશનો પ્રથમ કિસ્સો જેમાં મળી આજીવન કેદ

જેટ એરવેઝની મેનેજરનાં પ્રેમમાં પાગલ થઇ ગયેલ એમ ઇચ્છતો હતો કે કેમ પણ કરીને તેની ગર્લફ્રેન્ડ દિલ્હીની નોકરી છોડીને તેની સાથે મુંબઇમાં શિફ્ટ થઇ જાય. બસ આ જ પાગલપનમાં તેને પ્લેન હાઇજેકનું એક ખતરનાક ષડયંત્ર રચી દીધું. એનઆઇએ સ્પેશિયલ કોર્ટે સલ્લાને ઉંમરકેદની એટલે કે આજીવન કેદની સજા ફટકારતા 5 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

Jet Airways

વિમાન હાઇજેકની ખોટી અફવાહ ફેલાવવા મામલે વિશેષ એનઆઇએ કોર્ટે એન્ટી-હાઇજૈકિંગ એક્ટ 2016 અંતર્ગત જૂલર બિરજૂ કિશોર સલ્લાને ઉંમરકેદની સજા ફટકારી દીધી છે. પ્રેમમાં પાગલ સલ્લાએ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે તેને આ ષડયંત્ર એટલા માટે રચ્યું હતું કે જેથી એરલાઇન્સ (જેટ એરવેઝ) દિલ્હી માટે પોતાની ઉડાણો બંધ કરી દે.

સલ્લા આવું એટલા માટે ઇચ્છતો હતો કે જેથી તેની ગર્લફ્રેન્ડ કે જે દિલ્હી સ્થિત ઓફિસમાં કામ કરતી હતી, તે નોકરી છોડવા પર મજબૂર થઇ જાય અને તેની સાથે મુંબઇમાં શિફ્ટ થઇ શકે. માત્ર એટલું જ નહીં એનઆઇએએ પોતાની તપાસમાં એમ પણ જાણ્યું કે સલ્લા આ ષડયંત્રનાં ત્રણ મહીના પહેલા જ ગુપચુપ રીતે પોતાની ગર્લફ્રેન્ડથી લગ્ન કરી ચૂક્યો હતો.

Jail

તમને જણાવી દઇએ કે 30 ઓક્ટોમ્બર 2017નાં રોજ મુંબઇથી દિલ્હી લઇ જઇ રહેલ ફ્લાઇટનાં બિઝનેસ ક્લાસમાં સફર કરી રહેલ બિરજૂએ ટોઇલેટમાં મેસેજ 'પ્લેનમાં હાઇજેકર્સ હાજર છે' લખ્યું હતું. જ્યાર બાદ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યું હતું. સલ્લાનાં પહેલા પણ લગ્ન થઇ ચૂક્યાં છે અને તેને બે બાળકો પણ છે. તેનો મોટો દીકરો 14 વર્ષનો છે. બિઝનેસનાં મુદ્દે તેને સામાન્યતઃ મુંબઇથી દિલ્હી જવુ પડતું હતું અને તે દરમ્યાન તેને અશિકા (બદલેલું નામ)થી પ્રેમ થઇ ગયો હતો. દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝમાં મેનેજર તરીકે કાર્યરત અશિકાની પહેલી મુલાકાત બાદ તે તેને ખૂબ પ્રેમ કરવા લાગ્યો.

NIA

'ધમકીભર્યા પત્રમાં લખ્યું હતું,... અલ્લાહ મહાન હૈ.'

એનઆઇએનાં અનુસાર 27 ઓક્ટોબર 2017નાં રોજ જાવેરી બજાર સ્થિત ઓફિસમાં જ સલ્લાએ આ ધમકીભર્યો પત્ર તૈયાર કર્યો. સલ્લાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેને પહેલા પોતાનાં લેપટોપ પર મેટર તૈયાર કરી અને કેટલાંક સોફ્ટવેરની મદદથી તેનું ઉર્દુમાં ટ્રાન્સલેટ કર્યુ હતું. સલ્લાએ તેમાં લખ્યું હતું કે, 'વિમાનને અપહરકર્તાઓએ પોતાનાં બાનમાં લઇ લીધેલ છે.

વિમાનને દિલ્હીમાં નહીં ઉતરવું જોઇએ પરંતુ આનાંથી સીધા પાક અધિકૃત કશ્મીરમાં લઇ જઇએ. 12 લોકો આ વિમાનમાં સવાર હતાં. જો આપે વિમાન ઉતાર્યુ તો લોકોનાં મરવાના અવાજ સંભળાશે. આને મજાકમાં ના લેતા. કાર્ગો એરિયામાં રાખેલ સામાનમાં વિસ્ફોટક છે અને જો દિલ્હીમાં લેન્ડ કરાવ્યું તો પરિણામ ભોગવવું પડશે... અલ્લાહ મહાન છે.'

સલ્લા પર 5 કરોડનો દંડ પણઃ
આ ખોટી અફવા માટે એનઆઇએએ ઉંમરકેદ સિવાય પર 5 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. કોર્ટે ફ્લાઇટમાં હાજર પાયલટને 1 લાખ રૂપિયા, તમામ એર હોસ્ટેસને 50-50 હજાર રૂપિયા અને તમામ યાત્રીઓને 25-25 હજાર રૂપિયા વળતર આપવાનું પણ કહ્યું છે.

 

Jet hijack hoax jet airways Businessman Jail Fine Birju Salla Flight India

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ