બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / અમેરિકાના ન્યૂયોર્કમાં સુરતના ઉદ્યોગપતિની ધરપકડ, 53 વર્ષની થઈ શકે જેલ, કેસ શક્તિશાળી

કાર્યવાહી / અમેરિકાના ન્યૂયોર્કમાં સુરતના ઉદ્યોગપતિની ધરપકડ, 53 વર્ષની થઈ શકે જેલ, કેસ શક્તિશાળી

Last Updated: 02:58 PM, 9 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાંથી સુરતના ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી હતી. ભારતમાંથી અમેરિકામાં કેમિકલ સપ્લાય કરવા બાબતે અમેરિકાની એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

અમેરિકાના ન્યૂયોર્કમાં સુરતના ઉદ્યોગપતિની ધરપકડ થયાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં પ્રતિબંધિત ફેન્ટાનાઈલ કેમિકલ મામલે સુરતના ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં ભાવેશ પટેલ ઉર્ફે ભાવેશ લાઠીયાની ન્યુયોર્કમાં ધરપકડ કરવામાં આવી હતી.

સુરતમાં રેકસટર કેમિકલના સ્થાપક

મળતી માહિતી મુજબ ભાવેશ લાઠીયા ભારતમાંથી અમેરિકામાં કેમિકલ સપ્લાય કરતો હતો. ભાવેશ લાઠીયા ભારતથી વિટામીન સી ની આડમાં કેમિકલ સપ્લાય કરતો હતો. ભાવેશ લાઠીયા સુરતમાં રેકસટર કેમિકલના સ્થાપક છે. જેમાં એક કેમિકલ કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર હોવાની વિગતો સામે આવી છે. ત્યારે અમેરિકાની હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન દ્વારા ભાવેશ લાઠીયાની ધરપકડ કરવામાં આવી હતી. ભાવિશ લાઠિયા દ્વારા વિટામીન સી ના સપ્લીમેન્ટ પર ખોટા લેબલ લગાડી કેમિકલ ઘુસાડવામાં આવતું હતું.

આ પણ વાંચોઃ VIDEO: બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી તિરાડ, કહ્યું હવે માફી માગું તો ડાયરા મૂકી દઈશ

શું છે આ કેમિકલ

મળતી માહિતી મુજબ સપ્લાય કરેલું કેમિકલ હેરોઈન કરતા 50 ગણું શક્તિશાળી, મોરફીન કરતા 100 ગણું વધુ શક્તિશાળી હોવાની વિગતો સામે આવી છે. ત્યારે લઠિયાની 4 જાન્યુઆરીએ ન્યૂયોર્ક સિટીમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે હાલ ન્યુયોર્ક ણી કોર્ટમાં સુનાવણી ચાલે છે, જો તે દોષિત સાબિત થાય છે, તો તેને મહત્તમ 53 વર્ષની જેલની સજા થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat businessman arrested New York News Surat businessman
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ