બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / 3000 કરોડ રૂપિયાની સંપત્તિ છોડીને સંન્યાસના માર્ગે, મહાકુંભમાં બિઝનેસમેન બાબા વાયરલ, જુઓ Video
Last Updated: 11:33 PM, 13 February 2025
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહા કુંભ મેળો 26 જાન્યુઆરી સુધી ચાલશે. આ મહાકુંભમાં દેશ તેમજ વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુ આવી રહ્યા છે. તો સાથે જ મહાકુંભમાં એવા ઘણા સાધુ અને બિઝનેસ બાબા નજર આવી રહ્યા છે, જેઓ અત્યાર સુધી લોકોની નજરોથી દૂર હતા. પછી તેમાં આઇઆઇટી બાબા પણ આવી ગયા અને રાજદૂત બાબા અને લીલીપુટ બાબા પણ આવી ગયા.
ADVERTISEMENT
વધુ વાંચો: મણિપુરમાં CRPF જવાને બે સાથીઓની હત્યા કરીને ગોળીથી પોતાની જાતને ઉડાવી, 8 ઘાયલ
આ ઉપરાંત વાત કરીએ તો મોડલથી લઈને સાધવી બનેલી હર્ષા એ પણ ખૂબ ચર્ચા જગાવી છે. આ મહાકુંભમાં આ સાધુ-બાબાઓને પણ લોકોની જીજ્ઞાસાને ખૂબ જગાડી રાખી છે. વધુ એક બાબા ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. તેનું નામ છે બિઝનેસ બાબા. તેના વાયરલ થવાનું કારણ એ છે કે બાબા પોતાની હજારો કરોડોની સંપત્તિ છોડી ચાલી નીકળ્યા છે.
ADVERTISEMENT
મહાકુંભમાં વાયરલ થઈ રહ્યા છે બિઝનેસ બાબા
પ્રયાગરાજ માં ચાલી રહેલ મહાકુંભમાં એક પછી એક બાબા અને સાધુ વાયરલ થતા જોવા મળ્યા છે. હવે તેમાં એન્ટ્રી થઈ છે બિઝનેસ બાબાની, આ બાબા એટલા માટે અન્ય બાબાઓથી અલગ છે કારણ કે તેમણે પોતાની સારી એવી સેટલ જિંદગી અને 3000 કરોડની સંપત્તિ છોડી બાબા બન્યા છે. સોશિયલ મીડિયા પર તેમની સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે.
બાબાએ જણાવ્યું કે તમામ સુખ સુવિધાથી ભરેલી અને એશ-આરામની જિંદગી જીવ્યા બાદ તેમને એ વાતનો અનુભવ થયો કે ખૂબ બધું ધન પણ માણસને સંતુષ્ટ કરી શકતું નથી અને પછી ત્યારબાદ તેમણે ભગવા વસ્ત્ર ધારણ કરી, સન્યાસ લેવાનો નિર્ણય કર્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.