બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:33 PM, 17 May 2025
Fix Deposit : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ વર્ષે ફેબ્રુઆરી અને એપ્રિલમાં બે વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે જે કુલ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો છે. આની અસર એ થઈ કે, લગભગ બધી બેંકોએ ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકોએ, તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. ફુગાવાના દરમાં થોડો ઘટાડો થયો હોવાથી આગામી જૂનમાં RBI વધુ એક ઘટાડો કરી શકે છે.
ADVERTISEMENT
FD માં રોકાણ કરવું કેમ ફાયદાકારક ?
જો તમે FD માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો જૂન પહેલા તે કરવું તમારા માટે ફાયદાકારક બની શકે છે. નિષ્ણાતો માને છે કે, વ્યાજ દરમાં વધુ ઘટાડો થતા FD પરનું વળતર પણ ઘટશે. સારી વાત એ છે કે, એકવાર તમે FD કરાવો છો પછી વ્યાજ દર લોક થઈ જાય છે. એટલે કે જો તમે આજે 7 ટકા વ્યાજ દરે રોકાણ કર્યું છે તો બજારમાં દર ઘટવા છતાં તમને નિશ્ચિત વ્યાજ મળશે પછી ભલે તે એક વર્ષનું હોય કે પાંચ વર્ષનું.
ADVERTISEMENT
PSU બેંકોના વર્તમાન FD વ્યાજ દરો (મે 2025)
બજારમાં ઘટી રહેલા દરો વચ્ચે, કેટલીક સરકારી બેંકો હજુ પણ સારા વ્યાજ દરો ઓફર કરી રહી છે. સામાન્ય ગ્રાહકો માટે ટોચની PSU બેંકોના વ્યાજ દર નીચે મુજબ છે-
વરિષ્ઠ નાગરિકોને વધુ વળતર મળી રહ્યું છે
વરિષ્ઠ નાગરિકો માટે FD દરો વધુ સારા છે. કેટલીક PSU બેંકો 1-2 વર્ષના કાર્યકાળ પર 7.75% સુધી વ્યાજ ચૂકવી રહી છે-
FD માં રોકાણ કરતા પહેલા આ 4 વાતો ધ્યાનમાં રાખો
જો RBI જૂનમાં ફરી દરોમાં ઘટાડો કરે છે તો આજના વ્યાજ દર ભૂતકાળ બની શકે છે. આવી સ્થિતિમાં જો તમે સ્થિર અને સુરક્ષિત વળતર ઇચ્છતા હો તો વર્તમાન FD દરોનો લાભ લેવો એ એક સમજદારીભર્યું પગલું હશે.
વધુ વાંચો : RBI ટૂંક સમયમાં બહાર પાડશે 20 રૂપિયાની નવી નોટ, જૂની નોટોનું શું થશે? જાણો
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT