બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશાલ મેગા માર્ટ IPOમાં રોકાણ કરવાનો છે પ્લાનિંગ? તો થશે ફાયદો કે નુકસાન! જાણી લેજો

IPO અપડેટ / વિશાલ મેગા માર્ટ IPOમાં રોકાણ કરવાનો છે પ્લાનિંગ? તો થશે ફાયદો કે નુકસાન! જાણી લેજો

Last Updated: 11:59 AM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશાલ મેગા માર્ટનો IPO 11 થી 13 ડિસેમ્બર સુધી ખુલ્લો છે. 8,000 કરોડ એકત્ર કરવા માટે તેની પ્રાઇસ બેન્ડ 74-78 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આમાં નાણાંનું રોકાણ કરવું જોઈએ કે નહીં તે અંગે નિષ્ણાતોના અલગ-અલગ અભિપ્રાય છે.

IPO News: સુપરમાર્કેટ ચેન વિશાલ મેગા માર્કેટનો IPO (Vishal Mega Mart IPO) આજથી એટલે કે બુધવાર, 11 ડિસેમ્બર 2024થી સબસ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે. જો આ IPO પર દાવ લગાવવો હોય તો શુક્રવાર, 13 ડિસેમ્બર, 2024 આઈપીઓ ખુલ્લો રહેશે. આ સમગ્ર ઇસ્યુ એક ઓફર ફોર સેલ (OFS) છે, એટલે કે કંપનીને તેમાંથી કોઈ આવક મળશે નહીં. આ IPO દ્વારા 8,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. તેની પ્રાઇસ બેન્ડ 74-78 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. જો આ IPOને સબસ્ક્રાઈબ કરવાનું વિચારી રહ્યા હોવ તો જાણી લો ફાયદો થશે કે નુકસાન.

પૈસા રોકવા કે નહીં

એક બ્રોકરેજ ફર્મે આ આઈપીઓ (Vishal Mega Mart IPO) ને સબસ્ક્રાઈબ ફોર લોંગ ટર્મનું રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે કંપનીનો રેવન્યુ જનરેશનનો ટ્રેક રેકોર્ડ, પ્રોફિટ ગ્રોથ અને કેપિટલ એફિશિયન્સી ઘણી સારી છે. જો કે, ઓપરેશન્સ માટે રિયલ એસ્ટેટને લીઝ પર આપવા સાથે સંકળાયેલા રિસ્ક, સ્પર્ધા, રેવન્યૂ કંસટ્રેશન અને કન્ઝ્યુમર પ્રાયોરિટીમાં ફેરફાર જેવા કેટલાક રિસ્ક પણ હોઈ શકે છે.

PROMOTIONAL 8

શા માટે કરવો જોઈએ સબસ્ક્રાઈબ

અન્ય એક બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે વિશાલ મેગા માર્ટ (Vishal Mega Mart IPO) ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં સૌથી મોટા ઓર્ગેનાઇઝ્ડ રિટેલર્સમાંનું એક છે. નીચલા અને ઉપલા પ્રાઇસ બેન્ડ પર, શેર તેના FY2024 એન્ટરપ્રાઇઝ વેલ્યૂથી EBITDAના 28 અને 29 ગણા પર ટ્રેડિંગ કરી રહ્યો છે, જે વેલ્યૂ રિટેલ સ્પેસમાં નજીકના હરીફો અને મોટા રિટેલર્સ કરતાં સસ્તું છે. પ્રાઈવેટ બ્રાન્ડની ભાગીદારી અને સ્ટોર લેવલની એફિશિયન્સીમાં વધારાને કારણે માર્જિનમાં સુધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો: છોટકું શેરે કરી કમાલ! ભાવ 5 રૂપિયાથી ઓછો પણ રિટર્ન 1000 ટકાથી વધારે

શું છે નિષ્ણાતોની સલાહ?

એક અહેવાલમાં અન્ય બે બ્રોકરેજ કંપનીઓ AUM કેપિટલ અને KR ચોક્સી રિસર્ચને ટાંકીને જણાવ્યું કે તેઓએ આ IPOને સબસ્ક્રાઈબ ફોર લોંગ ટર્મનું રેટિંગ આપ્યું છે. AUM કેપિટલનું કહેવું છે કે વધતી ડિસપોઝિબલ ઇન્કમ અને લોકોની ક્વોલિટી અને સારા પ્રોડક્ટ્સ પ્રત્યે રુચિ વધી છે, જે વિશાલ મેગા માર્ટ (Vishal Mega Mart IPO) જેવી કંપનીઓને અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરની સરખામણીમાં વધુ સારી બનાવે છે. જ્યારે કેઆર ચોક્સી રિસર્ચનું કહેવું છે કે વિશાલ મેગા માર્ટનું 701 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટનું વેચાણ ઉદ્યોગના બેન્ચમાર્ક કરતાં ઘણું ઓછું છે, જેના કારણે તેને મધ્યમ અને નીચલા મધ્યમ વર્ગનું સમર્થન મળે છે. એવામાં જો તમે રિટેલ માર્કેટનો ફાયદો ઉઠાવવા માંગો છો તો તે લાંબા ગાળામાં સારો ફાયદો આપી શકે છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vishal Mega Mart IPO IPO News Business News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ