બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આ વખતે IPO તોડવા જઇ રહ્યું છે 14 વર્ષ જૂનો રેકોર્ડ, રોકાણકારોને મળી રહ્યો છે કમાણીનો બમ્પર મોકો

બિઝનેસ / આ વખતે IPO તોડવા જઇ રહ્યું છે 14 વર્ષ જૂનો રેકોર્ડ, રોકાણકારોને મળી રહ્યો છે કમાણીનો બમ્પર મોકો

Last Updated: 11:48 AM, 10 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો IPOમાં રોકાણ કરે છે તેમના માટે આ સપ્ટેમ્બર મહિનો મહત્વનો રહેશે.કેમ કે આ મહિનામાં કુલ 15 કંપનીના IPO લોન્ચ થશે.

ભારતના શેર માર્કેટમાં આ મહિને IPOને લઇ એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. આ સપ્ટેમ્બર મહિનામાં 15થી વધુ IPO લોન્ચ થવાના છે. જેથી એક જ માસમાં સૌથી વધુ IPO લોન્ચ કરવાનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે. વર્ષ 2010ના સપ્ટેમ્બરમાં 15 કંપનીએ IPO લોન્ચ કર્યા હતા.

ગઈ કાલ સોમવારે Bajaj Housings Financeના IPOનું ઓપનિંગ થયું હતું. અને Shree Tirupati Bajajee Agro Tradingના IPOનું ક્લોઝિંગ થયું હતું. જેમાં બજાજનો IPO ખુલ્યાના 4 કલાક બાદ સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. ત્યારે તિરુપતિ બાલાજીનો IPO 124 ગણો ઓવર સબસ્ક્રાઈબ થઈને બંદ થયો હતો.

વધુ વાંચો : પૈસા તૈયાર રાખજો, આવી રહ્યો છે 3100 કરોડનો IPO, રૂપિયા કમાવવાનો આવો મોકો છોડાય જ નહીં!

જ્યારથી આ સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ છે ત્યારથી IPO લોન્ચ થવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં ગાલા પ્રિસિજન એન્જિનિયરિંગ, શ્રી તિરુપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગ કંપની, બાજાર સ્ટાઈલ રિટેલ, ઈકો મોબિલિટી, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, ક્રોસ લિમિટેડ, ટોલિન્સ ટાયર્સ, પી.એન. ગાડગિલ જ્વેલર્સ જેવી કંપનીના IPO લોન્ચ થઈ ગયા છે તો એફકોન ઇન્ફ્રા, નીવા બુપા હેલ્થ ઇન્શ્યોરન્સ, નોર્ધન ઑર્ક, વેસ્ટર્ન કેરિયર, આર્કેડ ડેવલપર્સ, શિવાલિક એન્જિનિયરિંગ, ગરુડ કંસ્ટ્રક્શન, માનબા ફાઇનાન્સ અને ડિફ્યુજન એન્જિનિયિંગ જેવી કંપનીના IPO લોન્ચ થવાના છે.

PROMOTIONAL 9

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ જેવી કંપનીના શેરનું JMP 85 ટકા ગ્રોથ સાથે 130 રૂપિયાએ પહોંચ્યા છે. તિરુપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગના શેરનું JMP પણ 60 ટકા ગ્રોથ બતાવી રહ્યું છે. બધા IPOનું ઓવર સબસ્ક્રાઈબ થવું તે બાબત એ તરફ ઈશારો કરે છે કે માર્કેટમાં IPOને લઇ રોકાણકારો વચ્ચે ગુડ સેન્ટિમેન્ટ છે.

સંકળાયેલા મુદ્દાઓ

IPO Bajaj Housings Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ